તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુડેઠા: બાઇકને પંક્ચર પડ્યું ને બાજુમાં ઉભેલી બાળકીને ટ્રક ચાલકે કચડી, મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુડેઠા:ડીસાના મુડેઠા નજીક રવિવારે સાંજના સુમારે બાઇકનું ટાયર પંક્ચર કરાવવા માટે જતાં મામાની નજર સામે છ વર્ષની ભાણીને ટ્રકચાલકે કચડી નાખતાં અરેરાટી પ્રસરી ગઇ હતી. જેના મૃતદેહને પ્લાસ્ટીકની થેલીમાં વીંટીને પીએમ માટે હોસ્પિટલમાં લઇ જવી પડી હતી.
દિયોદરના ધ્રાંડવ ગામના મુકેશભાઇ ભલાભાઇ પટેલ તેમના બાઇક નં. જીજે-8-એડી-3563 ઉપર છ વર્ષની ભાણી ધવલબેન સવાભાઇ પટેલને લઇ રવિવારે ચંડીસર કામ અર્થે ગયા હતા. જ્યાંથી પરત આવતી વખતે મુડેઠા ટોલટેક્ષ નજીક બાઇકને પંકચર પડ્યું હતું. આથી હાઇવેની સાઇડમાં બાઇક ઉભું રાખી બીજી તરફે પંકચર માટે જતા હતા તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા ટ્રકચાલકે ધવલબેનને અડફેટમાં લીધી હતી.
ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું
જેના શરીરમાંથી માંસના લોચેલોચા નિકળી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને મૃતદેહને પ્લાસ્ટીકની થેલીમાં વીટી ભીલડી સરકારી હોસ્પિટલમાં ખસેડી પીએમ કરાવ્યું હતું. આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ ભીલડી જમાદાર મોહનભાઇ ચલાવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો