તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં ST ડ્રાયવરનું ચાલુ બસે બીપી વધ્યું, 60 મુસાફરોનો બચાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: દલવાડાથી પાલનપુર આવી રહેલી એસ.ટી.બસના ડ્રાયવરનું પાલનપુર બસ સ્ટેશનમાં આવતા ચાલુ બસે બીપી વધી ગયું હતું. જેથી ડ્રાયવરે સમયસૂચકતા વાપરી બસ સાઇડમાં કરી દેતા 60 ઉપરાંતના મુસાફરોનો બચાવ થયો હતો. ત્યારબાદ અન્ય કર્મચારીઓ ડ્રાઇવરને સિવિલમાં સારવાર માટે લઇ ગયા હતા.

ડ્રાયવરની સમય સુચકતાથી મુસાફરોનો બચાવ

પાલનપુર ડેપોમાં ફરજ બજાવતા અને કુંભાસણ ગામના મુરાદખાન ફતેખાન તુવર ગુરૂવારે દલવાડાથી પાલનપુર એસ.ટી બસ લઇ આવી રહ્યા હતા. તે સમયે પાલનપુર બસ સ્ટેશનમાં આવતા ડ્રાઇવરનું બીપી વધી ગયું હતું. જેથી ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી બસને સાઇડમાં કરી હતી. જેથી બસમાં બેઠેલા સાઇઠ ઉપરાંતના મુસાફરોનો બચાવ થયો હતો. જેની જાણ આજુ બાજુ ઉભેલા કર્મચારીઓને થતાં રાજુભાઇ દેસાઇ, જસવંતસિંહ સોલંકી સહિતના કર્મચારીઓ દ્વારા ડ્રાઇવરને સિવિલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
 
(તસવીરો: અંકિત વ્યાસ, પાલનપુર)
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...