વિશેષ: પાલનપુરનો આ પટેલ યુવક અંડર 19 ક્રિકેટની સ્પર્ધામાં ઝળક્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર: પાલનપુરનો એક 19 વર્ષનો યુવાન બોમ્બે ખાતે યોજોયલ બીસીસીઆઇ ચેલેજર ટ્રોફી અંડર નાઇન્ટીનમાં ઇન્ડીય બ્લ્યૂ ટીમમાં રમી પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. જેની ઇન્ડીયા 19 વર્લ્ડ કપની ટીમમાં સ્ટેન્ડ બાય પ્લેયરમાં સિલેકશન થયું છે. જે આગામી સમયમાં બેંગ્લોર કેમ્પમાં ઇન્ડીયાના 20 પ્લેયરો રમવા જવાના છે. તેમાં ઉત્તર ગુજરાતનો એક પાલનપુરનો ઉર્વીલ પટેલ પસંદગી પામ્યો છે. 

 

પાલનપુરના પંચવટી સોસાયટી અમદાવાદ હાઇવે ખાતે રહેતા શિક્ષક માતા-પિતાનો પુત્ર ઉર્વીલ પટેલ પોતાની ત્રણ વર્ષની ઉંમરથી હાથમાં બેટ અને બોલ લઇને ઉછરી રહ્યો છે. ઉર્વીલ પટેલ ડીસ્ટ્રીક, સ્ટેટ, ઝોન, એનસીએનો કોર્ષ કરી બરોડાથી બીસીસીઆઇ ચેલેજર ટ્રોફી અંડર 19 ઇન્ડીયા ટીમમાં પસંદગી પામ્યો છે. ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા, પછી પોતાનું ભવિષ્ય ક્રિકેટને જ બનાવવાના પ્રયત્નો કરતો હતો. જે સાર્થક થવા જઇ રહ્યું છે. 

 

ઘણા વર્ષની મહેનતને કારણે બીસીસીઆઇ ચેલેજર ટ્રોફી  અંડર-19 માં પસંદગી પામ્યો હતો. જેને લઇ ગત સમયમાં બોમ્બે ખાતે યોજાયેલ બીસીસીઆઇ ચેલેજર ટ્રોફી ટુર્નામેન્ટમાં ઇન્ડીયા બ્લુ મહત્વનો ભાગ ભજવ્યો હતો. અને હાલના સમયમાં ઉર્વીલ પટેલની ઇન્ડીયા-19 વર્લ્ડકપની ટીમમાં સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે પસંદગી થયેલી છે. જેને લઇ આગામી સમયમાં બેંગ્લોર કેમ્પમાં યોજાનાર ટુર્નામેન્ટમાં ભારતની 20 પ્લેયરો રમવા જવાના છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ફક્ત એક જ પ્લેયર ઉર્વીલની પસંદગી થઇ છે. જે બેગ્લોર પહોંચી કેમ્પ દરમિયાન યોજાનાર ટુર્નામેન્ટમાં પોતાની અંદર પડેલી ક્રિકેટ પ્રતિભાને બહાર ખુલ્લા મેદાનમાં રજુ કરી બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર શહેરનું નામ ગુંજતુ કરશે. 

અન્ય સમાચારો પણ છે...