તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શિહોરીમાં યુવતીના અગ્નિસ્નાનની ઘટનામાં બે બ્રહ્માકુમારી બહેનો સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંબોઇ/પાલનપુર: કાંકરેજ તાલુકાના શિહોરીમાં બ્રહ્માકુમારીઝ સેન્ટર સાથે સંપર્કમાં રહેલી એક યુવતીએ રવિવારે રાત્રે અગ્નિસ્નાન કરી લેતાં સમગ્રપંથકમાં ખળભળાટ વ્યાપી ગયો છે. જેમાં મૃતકના પિતાએ બ્રહ્માકુમારીઝ સંસ્થાની સંચાલીકા બહેનોએ તેમની પુત્રીનો સંસારનો ત્યાગ કરવા અવાર-નવાર ભોળવી તેને મરવા મજબુર કરી હોવાના આક્ષેપ સાથે મંગળવારે શિહોરી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- બ્રહ્માકુમારીઝ સંસ્થાના સંપર્કમાં આવેલી યુવતીના મોત કેસમાં નવો વળાંક
- સંસાર ત્યજવા ભોળવી આપઘાત માટે દુષ્પ્રેરણ કર્યાનો પિતાનો આક્ષેપ
શિહોરીની સોનલ સોસાયટીમાં આવેલ બ્રહ્માકુમારીઝ સેન્ટરની બાજુમાં રહેતા વર્ધીલાલ ગણપતલાલ ઠક્કરની 25 વર્ષિય પુત્રી જાગૃતિએ રવિવારના રોજ પોતાના ઘરમાં અગ્નિસ્નાન કર્યું હતું. જેનુ સોમવારે ધારપુર ખાતે સારવાર દરમિયાન મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જે અંગે મૃતકના પિતા વર્ધીલાલે પોતાની પુત્રીને આપઘાત માટે દુષ્પ્રેરણ કરાયાના આક્ષેપ સાથે બ્રહ્માકુમારીઝ સેન્ટરની સંચાલિકા જયાબેન અને વર્ષાબેન વિરૂદ્ધ શિહોરી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે બ્રહ્માકુમારી બહેનો અવાર-નવાર અમારા ઘરે આવતી હતી. અને પુત્રી જાગૃતિબેન સાથે સબંધ કેળવ્યો હતો. બાદમાં તેને ભોળવી તા. 21 જાન્યુઆરીના રોજ બે દિવસ માટે મહેસાણા લઇ ગયા હતા. જ્યાં બે દિવસ સાથે રાખ્યાબાદ તેને પરત ઘરે મોકલતા તે સુનમુન રહેલા લાગી હતી. જોકે બાદમાં તેની માનસિક હાલત સુધરતાં આ બન્ને બહેનોએ જાગૃતિને ફરીથી લોભ લાલચ આપી સંસાર છોડવા જણાવતા હતા.

ફરીયાદના આધારે તપાસ શરૂ કરાઇ છે

મૃતકના પિતા વર્ધીલાલે ઇપીકો કલમ 306,114 મુજબ ફરીયાદ નોંધાવી છે. જે બાબતે તપાસ શરૂ કરાઇ છે. : જે.બી.વનાર ( પીએસઆઇ શિહોરી)

પુત્રીને ખોટી રીતે ભરમાવી હતી

પુત્રીને લગ્ન માટે તેને જોવા મહેમાનો આવતા હતા. ત્યારે બ્રહ્મકુમારીઝ બહેનો તેને સંસારમાં રહ્યા વગર પણ જલસા કરી શકાય છે. તે માટે માઉન્ટ આબુમાં રહેવાની સગવડ કરી આપીશુ તેમ કહી સંસારની માયાજાળમાં ન પડવા ખોટી રીતે ભરમાવતા હતા. આથી જાગૃતિએ માટે સંસાર ભોગવવો નથી મને જોવા મહેમાનો બોલાવશે નહી તેમ કહી ઘરના મેડા ઉપર જઇ અગ્નિસ્નાન કરી લીધુ હતુ. - વર્ધીલાલ ઠક્કર ( મૃતક યુવતીના પિતા)
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો