તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજી હાઈવે પર બન્યા ‘ફાઈવ સ્ટાર’ કેમ્પો: લોકો આ રીતે કરી રહ્યા છે સેવા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજી: યાત્રાધામ અંબાજી મા ભાદરવીનો મહામેળો જામી રહ્યો છે. ગુજરાતભરમાંથી અને બહારના રાજ્યમાંથી પણ અનેક ભક્તો અંબાજીના દર્શને જવા પગપાળા યાત્રા કરી રહ્યાં છે. લાંબું અંતર કાપીને આવતાં ભક્તોની સેવા કરવી એ પણ મહામૂલો અવસર છે એમ માનીને અનેક સેવાર્થીઓ પણ તેમને માટે રાહત કેમ્પોમાં કામ કરી રહ્યાં છે. ચાલતાં આવતાં ભક્તોની સેવા માટે ઉત્તર ગુજરાતના રસ્તાઓ પર જાણે ‘ફાઈવ સ્ટાર’ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. પદયાત્રીઓને જમવાની, આરામની સુવિધા, ઠંડુ પાણી, દવાઓ, પગને આરામ આપવા માટે મસાજ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તાઓ પર પણ વાહનોમાં જરૂરી ચીજવસ્તુઓ લઇ જઇને પદયાત્રીઓને પહોંચાડવામાં આવે છે.

રસ્તાઓ પર ‘ફાઈવ સ્ટાર’ જેવા કેમ્પોનું આયોજન

પદયાત્રીઓ હાથમાં ધજા, માંડવડી, તો રથ સાથે અનેક કિલોમીટરનું અંતર કાપે છે. ત્યારે માર્ગમાં તેમની સેવામાં અનેક સેવા કેમ્પો માટે સેવકો જાણે રાહ જોતાં હોય તેમ ભાવથી શામિયાણામાં લઇ જઇને ભાવપૂર્વક ચા-નાસ્તો અને ચોખ્ખા ઘી ના શીરા સાથેનું પાકું ભોજન કરાવે છે. કોઇ દવા આપે તો કોઇ પગની માલીશ કરી આપે છે. પદયાત્રાએ જતાં માઇભક્તોની સેવા માટે જાણે ‘મા’ જ તેના દૂત મોકલ્યા હોય તેવા સાક્ષાત દર્શન આ સેવાધારીઓમાં થતાં હોય છે.

મા અંબાના જયનાદથી અંબાજી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં દૂરદૂરના અંતરેથી આવેલા માઇભક્તો દર્શનની રેલીંગ પસાર કરી જ્યારે ગર્ભગૃહમાં પ્રવેશે છે. ત્યારે ભાવવિભોર બની જાય છે.

ચોમાસાના અંતિમ દિવસોમાં અંબાજી ખીલી ઉઠે છે

ચોમાસાના અંતિમ દિવસો જ્યારે હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતના દાંતા તાલુકામાં આવેલું અંબાજી વનરાજીથી ભરપુર ખીલેલું હોય છે. પર્વતીય વિસ્તાર આડા-અવળા રસ્તા કાપીને પદયાત્રીઓ ભાદરવી પૂનમના મા જગદંબાના દર્શને પહોંચવા દોટ મૂકે છે. અનેક ગામો અને કેટલાય કિલોમીટર દૂરથી પદયાત્રા કરીને માને બસ મન ભરીને નિરખવા છે. તેવા તેના બાલુડાઓના ચહેરા ઉપર ક્યારેય થાક વર્તાતો નથી.

સાત દિવસ સુધી ચાલે છે મેળો

જાણે શરીરમાં જગદ્દજનની જ શક્તિનો સંચાર ના કરી રહ્યા હોય. માતાજી પ્રત્યેની આસ્થા અને તેની દિવ્યતાની અનુભૂતિ તો માના દરબારમાં જે ચાલતા જાય તેજ અનુભવી શકે. આવા તો કેટલાય માઇભક્તો છે. જે વર્ષો વર્ષ પદયાત્રા કરીને ધન્યતા અનુભવે છે. અગાઉ પાંચ દિવસોનો આ મહામેળો હવે સાત દિવસ સુધી ચાલે છે.

ફાઈવ સ્ટાર કેમ્પની તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
તસવીરો - અંકિત વ્યાસ, પાલનપુર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો