તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં હલકી કક્ષાનું તેલ બ્રાન્ડેડ માર્કા લગાવીને વેચવાનું કૌભાંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા: ડીસામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે શનિવારે રીસાલા બજારમાં રહેણાંક મકાનમાંથી બનાવટી તેલનો જથ્થો ઝડપી લીધો હતો. વેપારીઓ એટલી હદે નફ્ફટાઇ પર ઉતરી આવ્યા હતા કે સેમ્પલ લેવાની કામગીરી દરમિયાન પંચો-સાક્ષીઓને ભગાડી દઇ અધિકારીઓ સાથે તૂ...તૂ...મેં...મેં... સર્જાતા અધિકારીઓએ પોલીસને લેખિત ફરિયાદ કરી હતી.

તેલમાં ભેળસેળ ચાલતી હોવાની માહિતીએ ઓચિંતિ રેડ કરી

ડીસા શહેરમાં તેલ, ઘી, મરચું, હળદર, લ્યુબ્રીકેન્ટ ઓઇલ અને કોસ્મેટીક ઉત્પાદનોમાં મોટાપાયે બનાવટ અને ભેળસેળ થઇ રહી છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ડેઝિગ્નેટેડ ઓફિસર કે.આર. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર બી.બી. પ્રજાપતિ અને પી.એમ. પટેલ સહિતની ટીમે ડીસાના રીસાલા બજારમાં રામાપીર મંદિરની સામે દેવચંદભાઇ દશરથલાલ પંચીવાલા (મોદી) ના રહેણાંક મકાનમાં તેલમાં બનાવટ અને ભેળસેળ ચાલતી હોવાની માહિતીના આધારે શનિવારે ઓચિંતિ રેડ કરી હતી. 

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મકાનમાંથી સેમ્પલ લીધા

જેમાં વિવિધ લોકલ બ્રાન્ડના તદ્દન હલકા તેલને સારી કંપનીના બ્રાન્ડેડ નામથી રેપેકીંગ કરી વેચવાની પ્રવૃત્તિ થતી હોવાનું ધ્યાને આવતાં ફૂડ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, ડુપ્લીકેટ કરતા વેપારીઓ અને સમાજના લોકો એકત્ર થઇ જતાં નફ્ફટાઇ પર ઉતરી આવ્યા હતા. અને સેમ્પલ લેવાની કામગીરી ચાલતી હતી ત્યારે છઠ્ઠું સેમ્પલ લેવાતાં પંચો અને સાક્ષીઓને ભગાડી દીધા હતા. જેથી વેપારીઓ-અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થતાં ફૂડ વિભાગના અધિકારી કે.આર. પટેલે ડીસા દક્ષિણ પોલીસ મથકે વેપારી વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હતી. જ્યારે ફૂડ વિભાગ દ્વારા બ્લેન્ડ પામતેલના 13 તેમજ જુદીજુદી બ્રાન્ડના લેબલ લગાવેલા મળી કુલ 30 ડબ્બાનો જથ્થો સીઝ કર્યો હતો.

કયો જથ્થો સીઝ કરાયો અને સેમ્પલ લેવાયા

1.અમર ઓઇલ મીલ - ગોલ્ડન બ્રાન્ડનું સોયાબીન તેલ
2.શ્રી પદ્મનાભ ઓઇલ મીલ - આરબીડી પામતેલ
3.સવાઇ માર્કેટીંગ - રાધીકા બ્રાન્ડ તેલ
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો