મુક્તેશ્વર મઠના ડાયરામાં ફાયરિંગ કેસમાં સાધ્વીને ત્રણ દિ’ ના રિમાન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ: મુક્તેશ્વર મઠના સાધ્વીની વડગામ પોલીસે શનિવારે ફાયરીંગ કેસમાં ધરપકડ કરી હતી. અને કોર્ટમાં રજુ કરાતાં ન્યાયાધીશે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. વડગામ તાલુકાના મુક્તેશ્વર મઠના સાધ્વી જયશ્રીગીરીને શુક્રવારે ઉંચા વ્યાજે નાણા આપી ધમકાવાના કેસમાં રિમાન્ડ પૂર્ણ થતાં પાલનપુર સબજેલમાં મોકલવા વડગામ કોર્ટે આદેશ કર્યો હતો.
 
 
ત્યારબાદ રાત્રે વડગામ પોલીસે જેલમાંથી મુક્તેશ્વર ડાયરામાં થયેલા ફાયરીંગ કેસમાં સાધ્વીની પુન: અટક કરી શનિવારે સાધ્વીને ફરીવાર વડગામ કોર્ટમાં રજુ કરાઇ હતી. જ્યાં પોલીસે કોર્ટ પાસે સાધ્વીની પુછપરછ માટે બાર દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
 
ફાયરીંગ અંગે હુ કશુ જાણતી નથી 
મુક્તેશ્વર ડાયરામાં જે ફાયરીંગની વાત ચાલે છે તે અંગે હુ કશુ જાણતી નથી. તેમજ મળેલી રોકડ રકમ અને ગાડી પણ ભગતની છે જેની સાથે મારે કઇ લેવા દેવા નથી. >સાધ્વી જયશ્રીગીરી
અન્ય સમાચારો પણ છે...