તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદમાં ભર બપોરે બે મકાનોના તાળાં તુટ્યા: દાગીના સહિતની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ: થરાદના અંબિકાનગરમાં સુથાર પરિવારોના ઘરમાં રવિવારે ધોળે દિવસે ત્રાટકેલા તસ્કરો તાળાં તોડી તેમના સોનાચાંદીના દાગીના અને રોકડ સહિતની ચોરી કરી જતાં ચકચાર મચી છે. થરાદના અંબિકાનગર(ભાગ -1)માં કરશનભાઇ કાળાભાઇ સુથાર અને તેમની પુત્રી રમીલાબેનનું રહેઠાણ જોડાજોડ આવેલું છે.તેઓ રવિવારની બપોરના સાડાત્રણ વાગ્યાના સુમારે તાળુ મારી સંબંધીને મળવા માટે ગયા હતા.જેનો ફાયદો ઉઠાવીને તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. 

જેઓ કલાક પછી પાછાં આવતા તેમના મકાનનાં દરવાજા ખુલ્લા અને તાળાં ગાયબ હતાં  તથા તમામ સરસામાન અસ્તવ્યસ્ત જણાયો હતો તથા કબાટ પેટી અને સુટકેશ પણ ખુલ્લાં પડ્યાં હતાં. આ અંગે તેમણે તેમના ઘરમાં તપાસ કરતાં રમીલાબેનના મકાનમાંથી ત્રણ કિલો ચાંદી, 12 હજાર રૂપીયા રોકડા તથા સોનાની બે વીંટી બે જમીન મકાનના દસ્તાવેજની ચોરી થવા પામી હતી. 

જ્યારે કરશનભાઇ કાળાભાઇ સુથારના મકાનમાંથી 31,500 રોકડા તથા સોનની આઠઆની ભારની વીંટીની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આ બનાવ અંગે થરાદ પોલીસને જાણ કરાતાં એએસઆઇ રાયમલજી માધુજી બનાવના સ્થળે દોડી આવ્યા હતા.જેમણે તપાસ કરતાં કરશનભાઇ ના ઘરની પાછળના ભાગેથી અજાણ્યા શખસનાં પગલાંના નિશાન અને તેમના પૈસા રાખેલ ખાલી પર્સ ન્હાવાની ચોકડીમાંથી મળી આવ્યા હતા.પોલીસે ડૉગ સ્કવોડ અને એફએસએલની મદદ લઇ અજાણ્યા શખસ સામે ચોરીની ફરીયાદ નોંધી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો