તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના ચકચારી સ્ટોનકિલર મહિલાની હત્યા કેસમાં થરા લવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરા: કાંકરેજ તાલુકાના રતનપુર (ઉણ) ગામ નજીક વર્ષ-2011 ની સાલમાં રાજકોટની એક મહિલાને થરા પોલીસ સ્ટેશનની હદમાં ગળે ટૂંપો આપી લાશને બહાર ફેંકી સળગાવી નાખવામાં આવી હતી. આ ગૂનામાં થરા પોલીસે રાજકોટના ચકચારી કુખ્યાત સ્ટોનકિલરને પકડી ટ્રાન્સફર વોરંટથી થરા લાવ્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ કાંકરેજના રતનપુરા ગામે ડિસેમ્બર-2011ની સાલમાં મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. અને તેની પોલીસ જાતે ફરિયાદી બની ગૂ નો નોંધ્યો હતો. દરમિયાન રાજકોટના સ્ટોનક્લીર હિતેશ ઉર્ફે બાડો દલપતભાઇ રામાવતએ પોલીસ સમક્ષ આ ગૂનાની કબૂલાત કરતાં તેને થરા પોલીસે મહિલાની હત્યાના ગૂનામાં થરા પોલીસ મથકે ટ્રાન્સફર વોરંટથી લાવ્યા હતા.
આ અંગે થરા પીએસઆઇ એમ.એન. દેસાઇએ જણાવ્યું હતું કે, ‘ડિસેમ્બર-2011માં રાજકોટની મહિલાનું મકાન વેચવાના બહાને અને તેના પૈસા આપવાનું કહી સ્ટોનક્લીર હિતેશ ઉર્ફે બાડો દલપતભાઇ રામાવત તથા અન્ય ત્રણ શખસોએ કાંકરેજના રતનપુર (ઉણ) નજીક ગળે ટૂંપો આપી લાશને સળગાવી પાવર ઓફ એટર્નનીના આધારે મકાન વેચી હત્યાનો ગૂનો કર્યો હતો.સોમવારે રાજકોટથી થરા લાવી કોર્ટમાં રજૂ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો