તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનેરા દબાણ હટાવ દરમિયાન 200 પોલીસ ખડેપગે, ચુસ્ત બંદોબસ્ત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા: ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં મોટા પાયે દબાણો થયા છે. જે બાબતે વાંરવાર રજૂઆતોને લઇ અગાઉ દબાણો હટાવનો કાર્યક્રમ નક્કી કરાયો હતો. પરંતુ બંદોબસ્તના અભાવે રદ કરાયા બાદ આજે ફરીથી દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ સમિતિના કર્મચારી ડી.સી.સોલંકીએ જણાવ્યું હતું કે ચીફ ઓફીસર તથા મામલતદારના સંયુક્ત માર્ગદર્શન હેઠળ ત્રણ ટીમો દ્વારા ત્રણેય દિવસ અલગ-અલગ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી થશે. જ્યારે દબાણ ઝુંબેશ માટે પોલીસે પણ 1-ડીવાયએસપી, 1-પીઆઇ, 4- પીએસઆ, 80 પોલીસ જવાનો તથા 6-લેડીસ પોલીસ કુલ મળીને 200 જેટલો પોલીસ કાફલો પણ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો હતો.
આગળ ક્લિક કરો અને જુઓ દબાણ હટાવની તસવીરો
તમામ તસવીરો: રાજન ચૌધરી, ધાનેરા
અન્ય સમાચારો પણ છે...