તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો પર રાજનીતિ ન થવી જોઇએ: રવિશંકર પ્રસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર:  કેન્દ્રીય પ્રસારણ પ્રધાન રવિશંકર પ્રસાદ ગુરુવારે રાત્રે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે આવ્યા હતા. જ્યાં તેમણે 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરાશે તેમજ મધ્યપ્રદેશના મંદશોરમાં બનેલી ઘટનાની નિંદા કરી ખેડૂતો પર કોઇપણ પ્રકારની રાજનીતિ ન થવી જોઇએ તેવું જણાવ્યું હતું.
 
કેન્દ્રીય પ્રસારણ પ્રધાન રવિશંકર પ્રસાદ ગુજરાતના પ્રવાસમાં આવ્યા હતા. તે દરમિયાન ગુરુવારે રાત્રે તેઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં મંદિર પરિસરમાં જિલ્લા કલેકટર દિલીપ રાણા અને જિલ્લા વિકાસ અધિકારી અમીત અરોરાએ પુષ્પ ગુચ્છ અને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. 

ત્યારબાદમાં અંબા માતાજીના દર્શન કર્યા હતા. જ્યાં અંબાજી ટ્રસ્ટ દ્વારા રવિશંકર પ્રસાદને જિલ્લા કલેકટરના હસ્તે માતાજીની પ્રતિમા, યંત્ર, સ્મૃતિચિહ્ન સ્વરૂપે ભેટ અર્પણ કરી હતી અને માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવી રવિશંકર પ્રસાદે રક્ષા પોટલી બંધાવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ‘આજે હું કોઇ પોલીટીકલ નેતા તરીકે નહીં પણ માતાજીના ભક્ત તરીકે દર્શન કરવા આવ્યો છું. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરાશે અને મધ્યપ્રદેશના મંદશોરમાં બનેલી ઘટનાની નિંદા કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘ખેડૂતો પર રાજનીતિ ન થવી જોઇએ.’
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
 
અન્ય સમાચારો પણ છે...