તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજીને સાંકળતા માર્ગો પર શ્રદ્ધાળુઓની માનવ સાંકળ રચાઇ, તસવીરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજી: અંબાજી અને દાંતાના માર્ગો ઉપર માઇભક્તોનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. જેને લઇ અરવલ્લીગીરી શૃંખલા પણ જાણે શક્તિ અને ભક્તિના રંગે રંગાઇ છે અને માનવ સાંકળ રચાઇ છે. બીજી તરફ માતાજીના મંદિરે પણ દર્શન માટે રેલિંંગમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને લાંબી કતાર લાગે છે. વહીવટી તંત્રએ પાંચ હજાર જેટલા ભૂલા પડેલા યાત્રિકોનો પરિવારજનો સાથે ભેટો કરાવ્યો હતો.
યાત્રાધામ અંબાજી મા ભાદરવીનો મહામેળો ધીમેધીમે જામી રહ્યો છે
યાત્રાધામ અંબાજી મા ભાદરવીનો મહામેળો ધીમેધીમે જામી રહ્યો છે. દૂરદૂરના અંતરેથી પ્રસ્થાન કરતા માઇભકતો માના ધામ નજીક પહોંચી રહ્યા છે. જ્યાં અરવલ્લીની દુર્ગમ ઘાટીઓમાં મા અંબાનો જયઘોષ ગુંજી રહ્યો છે.દરમિયાન મેળાના ત્રીજા દિવસે સોમવારે 5.16 લાખ માઇભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
5.16 લાખ-યાત્રિકોની સંખ્યા
2.97 હજાર-પ્રસાદ વિતરણ પેકેટ
70 હજાર-લોકોએ પ્રસાદ લીધો
52 હજાર -બસમાં મુસાફરી કરેલ યાત્રાળુઓ
8 હજાર- ઉડન ખટોલાના યાત્રાળુઓ
328 -ધજા રોહણ
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો