તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ: પાવડાસણનાં મહિલા તલાટી 20 હજારની લાંચ લેતાં ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ/ભાભર:થરાદની પાવડાસણ ગૃપગ્રામપંચાયત કચેરીમાં ફરજ બજવતા એક મહિલા તલાટીને સિધોતરાના બસસ્ટેશન ઉપર રૂ. 20 હજારની લાંચ લેતાં જિલ્લા એસીબીની ટીમે રંગેહાથે ઝડપી લીધા હતા. થરાદના સિધોતરા ગામમાં એક ખેડુતની રીસર્વે ટીમ દ્વારા કંપલેટ કરાયેલા સર્વેમાં જમીન સરખી કરાવવા માટેનાં કાગળો મામલતદાર કચેરીમાં મોકલી આપવા માટે પાવડાસણ ગ્રૃપ ગ્રામપંચાયત કચેરીના મહિલા તલાટી કમમંત્રીએ રાજેશ્વરીબેન જયંતિલાલ ભાવસારએ 20 હજારની રૂપીયાની માંગણી કરી હતી.
આથી ફરીયાદીએ જિલ્લાની એસીબી પોલીસીનો સંપર્ક કરતાં એસીબીના પીઆઇ એચ એમ કંસાગરા ટીમે બે સરકારી સાક્ષીઓ અને ડીજીટલ વોઇસ રેકોર્ડર સાથે ગુરૂવારની બપોરના પોણા એક વાગ્યાના સુમારે છટકું ગોઠવ્યું હતું. જે પ્રમાણે(ખેડુત) ફરીયાદી સિધોતરાના બસસ્ટેશન ઉપર પૈસા આપવા જતાં મહિલા તલાટીને રંગે હાથ ઝડપી લીધા હતા.
ભાભરમાંથી દારૂ પીધેલી હાલતમાં તલાટી ઝડપાયો
ભાભર. ભાભરમાં બુધવાર સાંજે સૂઇગામ ત્રણ રસ્તા પાસે એક શખસ લથડીયા ખાતો અને બકવાસ કરતો જોવા મળ્યો હતો. પોલીસે તેને રોકી પૂછપરછ કરતાં તેણે કેફીપીણું પીધેલ હોવાનું જણાયું હતું. પોલીસે તપાસ કરતાં આ શખસ મુળ રાધનપુર અને હાલ ભાભર ખાતે રહેતો ચિરાગ રમણીકલાલ પટેલ જેઓ તાલુકાના દેવકાપડી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતાં હતા. પરંતુ ત્રણ-ચાર માસ અગાઉ તેઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાઇ જતાં સસ્પેન્ડ કરાયા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો