પાંથાવાડામાંથી પોલીસે જુગાર રમતા આઠ શખસોને ઝડપ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંથાવાડા:  દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાંથી પોલીસે બુધવારે અડધી રાત્રે જુગાર રમતા શખશો પર ત્રાટકી આઠને દબોચ્યા હતા. પોલીસે ઝડપાયેલા શખસો વિરુદ્ધ જુગારધારા મુજબ ગૂનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

બનાસકાંઠા જિલ્લા પોલીસવડા નિરજકુમાર બડગુજરની સૂચનાથી પાંથાવાડા પી.એસ.આઇ. બી.એમ.ચૌધરી, સ્ટાફના રમેશભાઇ ચૌધરી, અર્જુનભાઈ તરાલ, હરેશભાઇ રાવલ, વિજયભાઇ ચૌધરી સાથે બુધવારે મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે પાંથાવાડા ટાઉનમાં આવેલ કોળીવાસમાં જુગાર રમાય છે. તેવી બાતમીના આધારે રેડ કરતા રૂ. 33,670 ના મુદ્દામાલ સાથે આઠને ઝડપી લઇ ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર રમતા કોણ-કોણ ઝડપાયું
 (૧) સાકીર રફીકભાઈ સોલંકી (રહે.પાંથાવાડા, તા.દાંતીવાડા)
 (૨) અબ્દુલ અબુબકર નાગોરી (રહે.પાંથાવાડા,તા.દાંતીવાડા)
 (૩) બગદા હજારીભાઈ નાઈ (રહે.બાપલા, તા.ધાનેરા)
 (૪) માધા અમરતભાઇ કાપડીયા(પટેલ) (હાલ રહે.કાપડીપુરા, પાલનપુર મુળ રહે.ગઢ(મડાણા)
 (૫) અયુબ યુસુફખાન પઠાણ (રહે.દાણીલીમડા-અમદાવાદ)
 (૬) બાબુ હિન્દુજી પુરોહિત (રહે.મોટી બજાર-પાલનપુર)
 (૭) યુનુસ અકબરખાન પઠાણ (રહે.રાલીસણા, તા.વિસનગર, જિ.મહેસાણા)
 (૮) ઇનાયત મિસરીખાન ખોખર (રહે.સવાલા, તા.વિસનગર, જિ.મહેસાણા)
અન્ય સમાચારો પણ છે...