તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ અને બનાસકાંઠા બોર્ડર સુરક્ષા જવાનોને એલર્ટ, 35 ગામોને હાઇએલર્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ/પાલનપુર: ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તનાવભરી પરિસ્થિતીના કારણે આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 35 ગામોને હાઇએલર્ટ કરાયા છે જેને પગલે પોલીસ તંત્ર પણ એલર્ટ બની સરહદી ગામોમાં પેટ્રોલીંગ અને વાહનચેકીંગ સઘન બનાવ્યું છે. બીજીતરફ બનાસકાંઠા જિલ્લાની રણની કાંધીએ આવેલી બોર્ડર બોર્ડર પર બીએસએફના જવાનોએ પણ એલર્ટ થઇ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે.
ગામડા અને સરહદ વચ્ચે રણ પ્રદેશ આવે છે
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગામડાઓ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરથી બિલકુલ નજીક આવેલા છે સરહદ પરથી 50 કીમી દૂરીએ ગામડાઓનો વસવાટ શરુ થાય છે.ગામડા અને સરહદ વચ્ચે રણ પ્રદેશ આવે છે.બીજી તરફ સરહદથી 15 થી 20 કીમી દુર જતાં પાકીસ્તાનના ગામડાઓ શરુ થાય છે. બોર્ડર પરથી પાકીસ્તાનના કેટલાક ગામડાઓના મકાનો પણ જોઇ શકાય છે. બ઼ને દેશો વચ્ચે ખાસ અંતર નહોવાથી તનાવ ભરી સ્થિતીને ધ્યાને લઇને સાંતલપુર તાલુકાના 35 ગામોને હાઇએલર્ટ કરીને ત્યાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છેતેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસની ટીમો સરહદી ગામમાં તૈનાત કરાઇ છે
જિલ્લા પોલીસ અધિક્ષક એ.જી.ચૌહાણે જણાવ્યું હતુંકે એલસીબી,એસઓજી ,ક્યુઆરટી,બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ,પેરોલ ફર્લો,સા઼તલપુર અને વારાહી પોલીસની ટીમો સરહદી ગામમાં તૈનાત કરાઇ છે.હાલમાં દરેક ગામોમાં જઇ ટુકડીઓ નજર રાખી રહી છે.બોર્ડરવીંગની એક પ્લાટુન ફાળવવામાં આવી છે તે આવ્યા બાદ તેને પણ ત્યાં મૂકવામાં આવશે.

બનાસકાંઠા બોર્ડર ઉપર જવાનો સતર્ક

પાલનપુર.ભારતીય લશ્કરના જવાનોએ પીઓપીમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઇક કરતાં સમગ્ર દેશવાસીઓ તેમનો જુસ્સો વધારી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા પણ આંતરિક સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની રણની કાંધીએ આવેલી બોર્ડર ઉપર જવાનો સર્તક બન્યા છે. યાત્રાધામ અંબાજીમાં પણ સુરક્ષા સઘન બનાવવામાં આવી છે.
સર્જિકલ સ્ટ્રાઇકના પગલે બોર્ડર નજીકના ગામો ખાલી કરાવવાનો સરકારે આદેશ કર્યો છે
ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇકના પગલે બોર્ડર નજીકના ગામો ખાલી કરાવવાનો સરકારે આદેશ કર્યો છે. જોકે બનાસકાંઠા જિલ્લાની સુઇગામ અને વાવ તાલુકાની બોર્ડરને અડીને પાકિસ્તાન સરહદ આવેલી છે. જ્યાં બીએસએફના જવાનો સતર્ક છે. જીરો લાઇનથી અંદાજે 30 કિલોમીટર સુધી પાકિસ્તાન તરફ કોઇ ગામડા ન હોવાથી ઘુસણખોરી માટે આ વિસ્તાર નિર્જન હોવાથી નોન સેન્સિટીવ વિસ્તાર ગણાય છે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હજુ સુધી ગામડા ખાલી કરાવવાનો કોઇ આદેશ મળ્યો નથી.
આગળની સ્લાઇડમાં વાંચો,ગામોમાં કોઇપણ શંકાસ્પદ વ્યકિત નજરે પડે તો તુંરતજ પોલીસને જાણ કરવી...
અન્ય સમાચારો પણ છે...