તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર ઘઉં પ્રકરણ: પુરવઠા વિભાગની તપાસનો ધમધમાટ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરઃ પાલનપુરમાં માલ ગો઼ડાઉનમાંથી બુધવારે ટ્રકમાં ભરાવવામાં આવેલો ઘઉંનો શંકાસ્પદ જથ્થો પુરવઠા વિભાગે ઝડપી લીધો હતો. જેની તપાસની કાર્યવાહી પાલનપુર મામલતદારને સોંપવામાં આવી છે. જેમને ગુરુવારે ગોડાઉન ખોલાવીને વિડીયોગ્રાફી કરાવી ઘઉંના જથ્થાની તપાસ હાથ ધરી છે. જે કાર્યવાહી હજુ ચાલી રહી છે. જે આ પ્રકરણમાં અલગ-અલગ વ્યકિતઓના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.
- મામલતદારની ટીમોએ ગોડાઉનોમાં ચકાસણી કરી નિવેદનો લીધા
- બુધવારે રૂપિયા 87,715 નો 155 કિવન્ટલ ઘઉંનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો

પાલનપુરના માલગોડાઉનમાંથી એપીએલ, બીપીએલ અને અંત્યોદયના રૂ. 87,715 નો 155 કિવન્ટલ ઘઉંનો શંકાસ્પદ જથ્થો ટ્રકનં. જીજે. 8વી. 492 માંથી પુરવઠા વિભાગે બુધવારે રાત્રે ઝડપી લીધો હતો. જેમાં ડિલીવરી ચલણમાં ચોખા અને ખાંડનો જથ્થો પણ લખેલો હતો. પરંતુ માત્ર ઘઉંનો જથ્થો જ ટ્રકમાં ભરેલો હતો. તે પણ એફસીઆઇ દ્વારા જે ગુણીમાં આવે છે. તે ગુણીઓને ઠાલવીને 50 કિ.ગ્રાના કટ્ટા કર્યા વગરજ ટ્રકમાં રવાના કરાઇ રહ્યો હતો. ત્યાંજ પુરવઠા વિભાગની ટીમે ત્રાટકીને ઘઉંના આ શંકાસ્પદ જથ્થાને સીઝ કરી દીધો હતો.
ડીસાના ભોયણ પછી પાલનપુરમાં પણ આ રીતે ઘઉંનો શંકાસ્પદ જથ્થો ઝડપાતા રેશનીંગના દુકાનદારોમાં તેમજ કાળાબજાર કરતાં તત્વોમાં પણ દોડધામ મચી છે. બીજી તરફ ગુરુવારે બપોરથી પાલનપુર મામલતદાર ગીતાબેન દેસાઇ તથા પુર‌વઠા નિરીક્ષકોની ટીમે રાજ્ય સરકારના પુરવઠા નિગમના ગોડાઉનમાં અનાજ, ખાંડ, અને ચોખાના જથ્થાના સ્ટોકની તપાસ કરી હતી. ત્યારે વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. જે કામગીરી શુક્રવારે પણ ચાલુ રહી હતી. આમ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

પાલનપુરમાં બીજા જેના પગલે પાલિકા દ્વારા ગુરુવારથી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં અગાઉ દસ જેટલા દબાણો દૂર કરાયા બાદ શુક્રવારે અમીરરોડ વિસ્તારમાંથી દુકાનો આગળના ઓટલા તેમજ નડતરરૂપ બોર્ડ દૂર કરવામાં આવ્યા હતા. જેને લઇ કેટલાક વેપારીઓ અને પાલિકાની દબાણ ટીમ વચ્ચે રકઝક થઇ હતી. જોકે પાલિકાની કાર્યવાહીથી શહેરના અન્ય દબાણદારોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

નિવેદનો લેવાયા
રાજ્ય સરકારના પુરવઠા નિગમના ગોડાઉનમાંથી વાહન દ્વારા રેશનીંગની દુકાનોમાં અનાજ સહિતનો જથ્થો પહોંચાડવા માટે કોન્ટ્રાકટ અપાય છે. જેમાં પુરવઠા વિભાગની ટીમે ડીસાના મોંઘાજી સવદાનજી ઠાકોરના પ્રતિનિધીનું નિવેદન લેવાની તેમજ પુરવઠા નિગમના ગોડાઉનના મેનેજર રોત નાગજીભાઇનું નિવેદન લેવાની કામગીરી હાથ ધરી હતી.
નિગમની કામગીરી પર શંકાની સોય
એફસીઆઇ (ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા ફાળવાતો ઘઉંનો જથ્થો જે ગુણીમાં આવે છે. તે ઘઉંના બારદાન ખોલી ઘઉંને પચાસ કિલોના વજનના કટ્ટા બનાવવામાં આવે છે. અને તે જથ્થો રેશનીંગની દુકાને રવાના કરાતો હોય છે. ત્યાર ગોડાઉન મેનેજરે એફસીઆઇ ગુણીમાં આવેલા ઘઉંનો જથ્થો જ શા માટે ટ્રકમાં ભરાવ્યો તેવા પ્રશ્નો ઉઠ્યા છે. જેને લઇને નિગમની વિતરણ કામગીરી સામે પણ શંકાની સોય તકાઇ રહી છે.
અન્ય સમાચારો પણ છે...