તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર નજીકથી કતલખાને લઇ જવાતી 14 ભેંસો બચાવી લેવાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: પાલનપુર નજીકથી શનિવારે રાત્રે એક ટ્રકમાં લઇ જવાતા 14 ભેંસ મુક્ત કરાવાઈ હતી.તેમજ ટોળાએ ચાલકને મારમારીને પોલીસના હવાલે કર્યો હતો. અા અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં પશુધન કતલખાને ધકેલાઇ રહ્યું છે. જીવદયાપ્રેમીઓ દ્વારા અવાર-નવાર પશુઓ ભરેલી ટ્રકો પણ પકડવામાં આવી રહી છે.

-જીવદયાપ્રેમીઓએ મોડી રાત્રે ટ્રકનો પીછો કર્યો ઝડપી લીધી
-ટ્રક ચાલકને ટોળાએ મારમારી પોલીસના હવાલે કર્યો

બનાસકાંઠા ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પશુઓને કતલખાને ધકેલવામાં આવી રહ્યા છે. અગાઉ પણ જીવદયાપ્રેમીઓ દ્વારા પાલનપુર નજીકથી આવા પશુઓને મુક્ત કરાવાયા હતા. દરમિયાન શનિવારે રાત્રે પાલનપુર નજીકથી પશુઓ ભરેલી ટ્રક પસાર થવાની બાતમી મળતાં હિન્દુ સેનાના જીવદયાપ્રેમીઓએ વોચ ગોઠવી હતી. જે દરમિયાન ટ્રક નં. જી.જે.24.વી.8225 આવતાં તેને ઉભી રખાવવાનો ઇશારો કર્યો હતો. જોકે, ચાલક ટ્રક લઇને નાસી છુટ્યો હતો.
આથી જીવદયા પ્રેમીઓએ ટ્રકનો પીછો કરી હનુમાન ટેકરી નજીક ટ્રકને આંતરી ઉભી રખાવી હતી. જેની તલાસી લેતાં અંદરથી 14 ભેંસો મળી આવી હતી. જ્યાં લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતુ. જેમણે ટ્રક ચાલક ખેરાલુ તાલુકાના પાન્સાના કયુમખાન હૈદરખાન મલેકને ટ્રકમાંથી નીચે ઉતારી મારમાર્યો હતો. દરમિયાન પોલીસને જાણ કરવામાં આવતાં પશ્વિમ પોલીસ મથકના પીઆઇ વી. બી.મકવાણા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમણે તમામ પશુઓને મુક્ત કરાવ્યા હતા.તેમજ કયુમખાનની અટકાયત કરી પશુ કૃરતા નિવારણ ધારાની કલમ મુજબ ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...