તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર: ટોળાં કોલેજ બંધ કરાવે એ ચાલે?, SPએ કહ્યું, પોલીસની મદદથી કાર્યવાહી કરાય!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર:પાલનપુર ખાતે જી. ડી. મોદી કોલેજમાં ગુરૂવારે બનાસકાંઠા સદ્દભાવના ગૃપ અને ડીસ્ટ્રીકટ કેળવણી મંડળ દ્વારા અધિકારીઓ સાથે વિધાર્થી સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સદ્દભાવના ગૃપના હરેશભાઇ ચૌધરી, સાગરભાઇ જાની, મંડળના પ્રમુખ શિરીષભાઇ મોદી, પ્રિન્સિપાલ યોગેશભાઇ ડબગર, સંતોષભાઇ ચૌહાણ, મહિલા પીએસઆઇ નીતાબેન મોર સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીનો પ્રશ્ન :- વર્તમાન સમયે પાટીદાર- દલિત સહિતના આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે કેટલાક શહેરોમાં ટોળા દ્વારા કોલેજ પણ બંધ કરાવવામાં આવતી હોય છે તેની સામે કોઇ કાયદો છે કે કેમ ?
જવાબ: - જિલ્લા પોલીસવડા નિરજ બડગૂજરે જણાવ્યું હતુ કે, આવી ઘટનાઓમાં પોલીસની મદદ લઇ કાર્યવાહી કરી શકાય છે.
વિદ્યાર્થીનો પ્રશ્ન :-અલ્ફીનાબેન મેમણે કહ્યું કે મહિલાઓ ઉપર ગુજારવામાં આવતાં ત્રાસ, દુષ્કૃત્ય, છેડતી સહિતની ઘટનાઓમાં પોલીસ કઇ રીતે મદદરૂપ બની શકે છે ?
જવાબ: ડીએસપીએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ 181 અભિયમ સેવા ચાલુ કરવામાં આવી છે જેના ઉપર પીડીતા જ્યારે કોલ કરે છે ત્યારે કર્મચારી ઘટનાસ્થળે પહોચી જાય છે અને કાર્યવાહી થાય છે. આ ઉપરાંત મહિલાઓ ઉપર થતા અત્યાચાર સહિતના બનાવોમાં આરોપીઓને સખ્ત સજા કરવાની જોગવાઇઓ કરવામાં આવી છે. જેમાં વર્તમાન સમયે જિલ્લમાં 30 લાખની વસ્તી સામે માત્ર 1600 જ પોલીસ જવાનો છે.
વિદ્યાર્થીનો પ્રશ્ન :- એસ. ટી. વિભાગના કેટલાક કર્મચારીઓ રાજાપાઠમાં વાહન ચલાવતા હોય છે તેમની સામે કઇ કાર્યવાહી થાય છે
જવાબ: વિભાગીય નિયામક કમલ હસનને જણાવ્યુ હતુ કે, આ અંગેના ફોટા અથવા વિડીયો વોટ્સઅપ કરો તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો