તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવભક્ષી મૃત રીંછ સાથે સેલ્ફી મુદ્દે પાલનપુરના Dyspને તપાસ સોંપાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર: દાંતાના કાંસામાં માનવભક્ષી રીંછને મોતને ઘાટ ઉતારવાની ઘટના બાદ સુરક્ષા કર્મચારીઓ દ્વારા લેવાયેલી સેલ્ફીનો મુદ્દો વિવાદીત બન્યો છે. આ અંગે જિલ્લા પોલીસવડા દ્વારા તપાસ પણ સોંપાઇ છે. જોકે, મૃત પશુ સાથે સેલ્ફી લેવી તેવો વનવિભાગના કાયદામાં કોઇ ગૂનો બનતો ન હોવાનું ડીએફઓએ જણાવ્યું હતુ.

મૃત પશુ સાથે સેલ્ફી લેવી અમાનવીય કૃત્ય કહી શકાય

દાંતા તાલુકાના કાંસાના ડુંગરમાં બે આદિવાસી યુવકો અને એક વનવિભાગના કર્મચારીને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી રીંછને એકે 47ની ગોળીઓથી મારી નાંખવામાં આવ્યું હતુ. જોકે, તે બાદ સુરક્ષા કર્મચારીઓએ મૃતક રીંછની સાથે સેલ્ફી લીધી હતી. જે ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં જીવદયા પ્રેમીઓમાં રોષ ઉદ્દભવવા પામ્યો હતો. આ અંગે રજૂઆતો કરવામાં આવતાં જિલ્લા પોલીસવડા નિરજ બડગૂજર દ્વારા ડીવાયએસપીને તપાસ સોંપી છે. જોકે, આ અંગે બનાસકાંઠા જિલ્લા વનઅધિકારી આઇ. કે. બારડે જણાવ્યું હતુ કે, વનવિભાગના કાયદામાં મૃત પશુ સાથે સેલ્ફી લેવી તે ગૂનો બનતો નથી. જોકે, તેને અમાનવીય કૃત્ય કહી શકાય. મૃત રીંછનો પીએમ રીપોર્ટ હજુ આવ્યો નથી.
 
વધુ તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો