તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર: જિલ્લા પંચાયતની સભામાં ભાજપ કોંગસી સભ્યો વચ્ચે ચડસા-ચડસી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: જિલ્લા પંચાયતની ગુરુવારે યોજાયેલી સામાન્ય સભામાં કોંગ્રેસના સદસ્યોએ શિક્ષણ, આરોગ્ય તેમજ વહિવટી પ્રશ્નોને લઇ શાસક પક્ષને ભીંસમાં લીધો હતો. જેના પગલે બન્ને પક્ષો વચ્ચે ચડસા-ચડસી થતાં વાતાવરણ ગરમાયું હતું.
ભાજપના સદસ્યોએ ટીપ્પણી કરતાં બન્ને પક્ષની વચ્ચે ચડસા-ચડસી થઇ
પંચાયતની ગુરુવારે યોજાયેલી સભામાં કોંગ્રેસના લક્ષ્મીબેન કરેણ, યાસીનભાઇ બંગલાવાલા, પોપટજી ઠાકોર, સંજય દેસાઇએ શિક્ષણ, આરોગ્ય, વહિવટી પ્રશ્નોની જડીઓ વરસાવી હતી. જેના અધિકારીઓએ પ્રત્યુત્તર આપ્યા હતા. દરમિયાન સભા ત્રણ માસને બદલે પાંચ માસે યોજવા મુદ્દે, અગાઉ શિક્ષણ વિભાગમાં થયેલા શેતરંજી કૌભાંડ, ઓઇલમીલમાં તેલમાં થતી કેમીકલની ભેળસેળ સહિતના મુદ્દે ઉગ્ર રજુઆતો કરાઇ હતી. જેમાં ભાજપના સદસ્યોએ ટીપ્પણી કરતાં બન્ને પક્ષની વચ્ચે ચડસા-ચડસી થઇ હતી. ઇન્દિરા આવાસ યોજનાના નાણાં ફાળવવા મુદ્દે પોસ્ટરો દર્શાવી મૌખિક રજુઆતો કરવામાં આવતાં ભાજપે સભા પુરી કરી હતી.
(તમામ તસવીર: અંકિત વ્યાસ)
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...