પાલનપુર સિવિલ હોસ્પિટલને મહારાષ્ટ્ર CMના હસ્તે હેલ્થકેર નેશનલ એવોર્ડ અર્પણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પાલનપુર સિવિલને હેલ્થકેર નેશનલ એવોર્ડ અપાયો હતો.)
પાલનપુર:મુંબઇ ખાતે તાજેતરમાં યોજાયેલા સમારોહમાં બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર સ્થિત સિવિલ હોસ્પિટલને હેલ્થકેર નેશનલ એવોર્ડથી નવાજવામાં આવી હતી. હોસ્પિટલમાં દર્દીઓને અપાતી સારવારને મધ્યનજર રાખી આ એવોર્ડ અપાયો હોવાનુ સિવિલ સર્જને જણાવ્યું હતું.
પાલનપુર સિવિલ હોસ્પિટલને તાજેતરમાં મુંબઇ ખાતે યોજાયેલા સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસના હસ્તે આઇસીઆસીઆઇ લોમ્બાર્ડ અને સીએનબીસી ટીવી-18 હેલ્થકેર નેશનલ એવોર્ડ 2016 એનાયત કરવામાં આવ્યો હતો. જે સિવિલ હોસ્પિટલવતી ડો.રાકેશ પટેલે સ્વીકાર્યા હતો. આ અંગે સિવિલસર્જન ડો.એસ.એન.પટેલે જણાવ્યું હતું કે, ડીસ્ટ્રીકટ હોસ્પિટલ પાલનપુરનું કેડર ત્રણમાં સિલેકશન થયું છે. અત્રેની હોસ્પિટલમાં આપવામાં આવતી સારવાર બાબતોનુ સરવે કરી આ એવોર્ડ અપાયો છે. જે બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે.
અન્ય સમાચારો પણ છે...