તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર: સિવિલ હોસ્પિટલમાં ભેદી બિમારીના 13 દર્દીઓ ખસેડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર:અમીરગઢપંથકમાં ભેદી બિમારીનો ભરડો વધી રહ્યો છે. જ્યાં ખુણીયા, ઘોઘુ બાદ હવે સોનવાડી, કાનપુરા અને ધનપુરામાં બિમારીના લક્ષણો જણાયા હતા. આ પંથકના ગંભીર વધુ પાંચ બાળકોને સોમવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેની સાથે કુલ 13 દર્દીઓનો આંકડો થવા પામ્યો છે.અમીરગઢ તાલુકાના ઘોઘૂ અને ખુણીયા ગામે ભેદી બિમારીથી છ બાળકોના મોત નિપજ્યા છે. જ્યાં આરોગ્યતંત્ર દ્વારા સરવે હાથ ધરી અન્ય અસરગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.
ઘોઘૂના સગુનાબેન અજાભાઇ ડાભીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા
દરમિયાન સોમવારે સોનવાડીના શિલ્પાબેન કેસનાભાઇ પીસરા (દોઢ વર્ષ) કાનપુરાના કમલેશભાઇ લાલાભાઇ ખરાડી, ખુણીયાના રાકેશભાઇ રત્નાભાઇ ડાભી (ઉં.વ.1), નેકરાના નોકાભાઇ અગરાભાઇ ડુંગાઇશા અને ઘોઘૂના સગુનાબેન અજાભાઇ ડાભીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમની સાથે અત્યાર સુધીમાં 13 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જેમાં ચારને અમદાવાદ ખસેડાયા છે. અને આઠ દર્દીઓ સારવાર માટે દાખલ છે. આ અંગે સિવિલ સર્જન ડો. એસ.એન. પટેલે જણાવ્યું હતું કે, ‘દર્દીઓની સારવાર મટે 20 પથારીનો આઇસોલેશન વોર્ડ કાર્યરત કરાયો છે.

ગળામાં કાકડાનો રોગચાળો હોવાની આશંકા છે : એ.એચ. આચાર્ય (જિલ્લા આરોગ્ય અધિકારી, બનાસકાંઠા)
‘અમીરગઢપંથકમાં ભેદી રોગચાળામાં સપડાયેલા દર્દીઓના મેડીકલ રિપોર્ટમાં આ રોગ ગળાના કાકડા હોવાનું જણાયું છે. જે ચેપી હોવાથી ગળાનો દુ:ખાવો તાવની અસર થાય તો તુરંત સારવાર લેવી જોઇએ.’
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો