તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાપી હાઇવે ઉપર આઇશરને ટ્રકે પાછળથી ટક્કર મારતા એકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાપી: પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર છાપી પાસે શનિવારની મધ્યરાત્રીએ આગળ જતી આઇસર ગાડીને પાછળથી ટ્રક ચાલક ટક્કર મારતા આઇસર ચાલકનું મોત નીપજ્યું હતું. શનિવારે મોડી રાત્રે છાપીથી લાકડા ભરી અમદાવાદ તરફ જતી આઇસર ગાડીને રાજસ્થાન તરફથી આવતી ટ્રક નં.આરજે.22જીએ-7945 ના ચાલકને ઉંઘનું જોકુ આવી જતા આઇસર ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારતા ટ્રક 200 ફૂટ જેટલી ધસેડાઇ રોંગ સાઇડે જઇ રોડ પાસે ચોકડીમાં ઝાડ પાસે અથડાતાં આઇસરના ચાલક લખતમલ દિયારામજી જોષી (રહે.ધાનેરા)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનાના સમાચાર મળતા છાપી પોલીસ ધટના સ્થળે દોડી આવી મૃતકની લાશને વડગામ હોસ્પિટલમાં પીએમ કરવા મોકલી હતી અને ચાલકની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હતી.   તસવીર- ગુણવંત  અગ્રવાલ
અન્ય સમાચારો પણ છે...