તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવારે પથ્થર સાથે બાંધીને મહિલાને નહેરમાં ફેંકી હતી: 10 વર્ષથી પ્રેમમાં હતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ: સણધર પાસે નહેરમાંથી મંગળવારે મળી આવેલી અજાણી મહિલાની ઓળખ કરી લેવામાં આવી છે. મહિલાનો મૃતદેહ વાયરથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. મહિલા કાંકરેજના રાનેર ગામની વતની છે. તેની સાથે જ તેના પરિવારજનો દ્વારા જ તેની હત્યા કરી નાખવામાં આવી હોવાનો આક્ષેપ મહિલાના પ્રેમીએ કર્યો છે. મહિલાના પ્રેમીના જણાવ્યા પ્રમાણે બંને છેલ્લા 10 વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. જોકે, બંનેના લગ્ન થઈ શક્યા ન હતા. તાજેતરમાં જ બંનેએ પોતાના પાર્ટનરથી છૂટેછેડા લીધા હતા.‘દિવ્ય ભાસ્કર’ માં છપાયેલો ફોટો જોઇને તેણીના પ્રેમીએ પોલીસ મથકમાં આવીને બનાવની વાત કરતાં પ્રેમ પ્રકરણનો મામલે તેણીના પરિવારે જ મોતને ઘાટ ઉતાર્યાની આશંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાના પરિવારજનોએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ

મંગળવારે પીઠ પાછળ માઈલ સ્ટોન જેવા આરસીસીના પથ્થરને વાયરથી બાંધેલી હાલતમાં એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. થરાદ પોલીસ તપાસ કરતા મહિલાની ઓખળ થઈ છે. મહિલા બ્રાહ્મણ પરિવારની પુત્રી છે તેમજ કાંકરેજના રાનેર ગામની વતની છે. મહિલાના પ્રેમી રાનેર ગામના વિજયસિંહ રવિમલજી જાદવે આજે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. જેમાં મહિલાના પરિવારજનોએ જ હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ મહિલાના પરિવારજનોની શોધખોળ કરી રહી છે પરંતુ તેનો કોઈ સંપર્ક થયો નથી.

મહિલા છેલ્લા 10 વર્ષથી એક યુવકના પ્રેમમાં હતી

હત્યા કરાયેલી મહિલાના પ્રેમીના નિવેદન પ્રમાણે બંને છેલ્લા 10 વર્ષથી પ્રેમમાં હતા. મહિલા અને પ્રેમી પરિણીત હતાં પરંતુ થોડા સમય પહેલાં બંનેના છૂટાછેડા થયાં હતાં. પ્રેમીના જણાવ્યા પ્રમાણે અમે બંને એકબીજાના પ્રેમમાં હતાં તેની જાણ મહિલાના પરિવારજનોને થતાં મહિલાની હત્યા કરી નાખવામાં આવી હતી. ગત 3 તારીખે મહિલા મારી સાથે હતી પરંતુ પરિવારજનો તેને પકડીને લઈ ગયા હતાં.
પિયરપક્ષ ન આવતાં શંકા પ્રબળ
મૃતક મહિલાના પ્રેમીએ હકીકત જણાવતાં પોલીસે તેણીના પરિવારને જાણ કરવા છતાં પણ બપોર સુધી કોઇ ફરક્યા ન હતા. તેમણે જ પ્રેમ સબંધ મંજુર ન હોઇ પુત્રીની હત્યા કરી નહેરમાં ફેંકી દીધી હોવાની આશંકા પ્રબળ બની હતી. જોકે પોલીસે સમગ્ર પ્રકરણની જીણવટભરી તપાસ ચાલુ હોવાનુ જણાવ્યું હતું.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, પથ્થરથી અસંખ્ય વાયરથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો, પોલીસ સહિતના અધિકારીઓ નહેર પર દોડી આવ્યા

તસવીરો - વિષ્ણુ દવે, થરાદ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો