તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘શંકર ચૌધરીની ગુલામી હવે બંધ’ ‘હપ્તા ખોરી હવે બંધ’ જેવા વાક્યો ભીંત પર ચિતરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: પાલનપુર શહેરમાં ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા શખસો દ્વારા જાહેર માર્ગની દીવાલો, જોરાવર પેલેસ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, વિભાગીય કચેરી, શાળાઓ સહિતના જાહેર સ્થળોની દીવાલો ઉપર રાજ્યના આરોગ્ય મંત્રીના નામ સાથે ભીંત ઉપર ‘શંકર ચૌધરીની ગુલામી હવે બંધ’, પાલનપુર ધારાસભ્ય ‘મહેશ પટેલની ગુલામી હવે બંધ’, ‘ભાજપ-કોંગ્રેસની ગુલામી હવે બંધ’, ‘હપ્તા ખોરી હવે બંધ’, ‘ગુલામી હવે બંધ’ જેવા વાક્યો ભીંત ઉપર ચીતરવામાં આવ્યા હતા. 

જેના પગલે પાલનપુર શહેરમાં ઉત્તેજના પ્રસરી ગઇ હતી. આ લખાણ સવારે વહેલા શહેરીજનો જોતાં અચંબામાં પડી ગયા હતા. જેમાં ભાજપના કાર્યકરો દ્વારા ‘શંકર ચૌધરીની ગુલામી હવે બંધ’ ના લખાણ ઉપર કુચડા મરાયા હતા. જ્યારે અમુક જગ્યાએ ‘ભાજપ-કોંગ્રેસની ગુલામી હવે બંધ’ લખાણ હતું તેમાં ખાલી ભાજપ ઉપર જ કુચડા માર્યા હતા. બન્ને પક્ષના આગેવાનોને ફોન કરી પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, ‘આ લખાણ વિશે અમારા પક્ષ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી.’
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો 
અન્ય સમાચારો પણ છે...