તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાસકાંઠાના પાટીદાર યુવાનોએ બે હાથ જોડી દુકાનો બંધ કરાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: મહેસાણાના બલોલ ગામના પાટીદાર યુવક કેતન મહેન્દ્રભાઇ પટેલનું જ્યુડીશીયલ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. જેના પગલે પાટીદાર સમાજ દ્વારા ગુરુવારે ઉત્તર ગુજરાત બંધનુ એલાન આપવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા પાટીદાર સમાજના યુવાનો ગુરુવારે સવારે કલેકટર કચેરી બહાર એકઠા થયા હતા. અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી કલેકટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેકટર દિલીપ રાણાને આ‌વેદનપત્ર આપી મૃતકના પરિવારને ન્યાય અપાવવા રજુઆત કરી હતી. 

ત્યારબાદ પાટીદાર યુવાનો દ્વારા જય સરદાર જય પાટીદારના નારા સાથે શહેરમાં બજાર બંધના એલાનનું પાલન કરાવવા નિકળ્યા હતા. જેથી પાટીદારોના ટોળાને જોઇ કોઝી, ગુરુનાનક ચોક, સીટીલાઇટ, સંજય ચોક, કિર્તીસ્તંભ, જૂના ગંજ  સહિતના વિસ્તારના પાટીદારના યુવાનો પહોચતા વેપારીઓએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી  સહયોગ આપ્યો હતો. પરંતુ પાટીદાર યુવાનો આગળ-વધતા ગયા અને પાછળ દુકાનો રાબેતા મુજબ ખુલી ગઇ હતી.

ત્યારબાદ ટોળુ વિખેરાઇ ગયું હતું. જેના પગલે શહેરમાં ઉત્તેજનાભરી સ્થિતિ સર્જાઇ હતી. આ રેલીમાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઇ પટેલ, બનાસકાંઠા એસપીજી પ્રમુખ જીગર પટેલ, રાકેશભાઇ પટેલ, શિવરામભાઇ ફોસી, ભાવેશ પટેલ, દેવાભાઇ પટેલ સહિતના યુવાનો જોડાયા હતા.બંધના એલાનના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

બે હાથ જોડી દુકાનો બંધ કરાવીએ છીએ 
પાટીદાર સમાજના યુવાનો દ્વારા પાલનપુરની દુકાનો બંધ કરાવવામાં આવતા ગુરુનાનક ચોકમાં પૂર્વ પોલીસ મથકના પીઆઇ ડી.યુ.બારડ દ્વારા રોકાવવામાં આવ્યા હતા. તે સમયે યુવાનોએ પોલીસને કહ્યું સાહેબ બે હાથ જોડી દુકાનો બંધ કરવા વિનંતી કરવામાં આવે છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો 
અન્ય સમાચારો પણ છે...