તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાતના તમામ માર્ગો અંબાજી તરફ વળ્યા, માના જયઘોષથી ગીરીમાળા ગાજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી/મહેસાણા :મેળાના બીજા દિને અંબાજીધામને જોડતાં માર્ગો ઉપર જાણે શ્રદ્ધાનું કીડીયારૂ ઉભરાયું છે. મેળો ધીમેધીમે જામી રહ્યો છે. એ સાથે અંબાજીધામ અને ગીરીમાળામાં અંબાનો જય જયકાર ગુંજી રહ્યો છે. રવિવારે 2,99,325 શ્રદ્ધાળુઓએ માં ના દર્શન કરી પાવન બન્યા હતા.
મેળાના બીજા દિને અંબાજીને જોડતાં માર્ગો ઉપર શ્રદ્ધાળુઓના પ્રવાહમાં વધારો જોવા મળતાં અંબાજીની ગીરીમાળા અને ઘાંટીવાળા માર્ગો ઉપર જાણે શ્રદ્ધાનું કીડીયારૂં ઉભરાયું એ સાથે જ અંબાના જય નિનાદથી ગીરીમાળા ગૂંજી ઉઠી છે.અંબાજી ડી.કે. ત્રિવેદી સર્કલ ઉપર તાલુકા પંચાયતના કંટ્રોલ પોઇન્ટ દ્વારા સુવિધા,સવલતો,સૂચન સહિતની જાણકારી આપી હતી.જય જલીયાણા સેવા કેમ્પ અને પાટણ જિલ્લા સિદ્ધહેમ કેમ્પ ખાતે રાજ્ય મંત્રીઓ દિલીપ ઠાકોર, કેશાજી ચૌહાણ તથા સસંદીય સચિવ રણછોડ રબારીએ સેવા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. અને યાત્રિકોને ભોજન પિરસ્યું હતું.
કલાકો સુધી ભલેને ઊભું રહેવું પડે... માં ના દર્શનમાં વળી થાક શાનો ?
ગમે એવડી લાંબી લાઈન હોય, કલાકો સુધી ઊભા રહેવું પડે તોયે પરવા નહીં.જગતજનનીના દર્શન કરવામાં વળી થાક શાનો? વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની લાંબી કતારોથી વાતાવરણમાં ભક્તિનો માહોલ રચાયો છે.મા અંબાના દરબારમાં પહોચતાં જ શ્રદ્ધાળુઓ ભાવવિભોર બની જતા જોવા મળતા હતા.

વિસનગર-ખેરાલુના રસ્તા પદયાત્રીઓથી ઉભરાયા
ભાદરવી પૂનમના અંબાજી મેળાનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર-ખેરાલુ સહિતના માર્ગો જય જય અંબે...ના નાદથી ગૂંજતા થયા છે. જેમાં રવિવારે પગપાળા મા અંબાના દર્શનાર્થે જવા સંઘોના રથ, ધજા સાથે પ્રસ્થાન શરૂ થયા હતા. સોમવારે પણ ગબ્બરવાળી અંબે મૈયાના દર્શનાર્થે જવા સંખ્યાબંધ પગપાળા સંઘોએ બોલ માડી અંબે...ના નાદ સાથે પ્રયાણ કરતાં ભક્તિનો માહોલ પ્રસર્યો હતો.મહેસાણાથી ભાન્ડું અને ઊંઝાના માર્ગે તેમજ વિજનગરથી ઉમતા અને ખેરાલુથી સતલાસણાના રસ્તા પર થઇને સીધા દાંતા નીકળવા માટે પદયાત્રીઓનો ધસારો બીજા દિવસે વધ્યો છે. જગદંબાના દર્શન કરીને ધન્યતા અનુભવવા માટે ભાવિકભકતોમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે.

અંબાજીમાં લકી ડ્રો ના નામે લૂંટ નહીં પોલીસ કડક બની
અંબાજીમાં ભરાતા ભાદરવી મેળા દરમિયાન પ્રતિ વર્ષે કેટલાક લેભાગુ તત્વો દ્વારા લક્કી ડ્રોના નેજાહેઠળ લાખો માઇભક્તો સાથે સરા જાહેર છેતરપિંડી અને જુગારનો કારોબાર આચરતા હતા. ત્યારે મેળાના બીજા જ દિને અંબાજીના જુદાજુદા દશ સ્થળોએ ચાલતા કાળા કારોબાર ઉપર જિલ્લા પોલીસ વડા નિરજ બડગુજરે લાલ આંખ કરતાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. સરા જાહેર ચાલતા કારોબાર ઉપર રોક લાગતાં જ લાખ્ખો યાત્રિકો લુંટતા બચ્યા હતા.
દર્શનનો સમય
આરતી સવારે 06-15થી 06-45
દર્શન સવારે 06-45થી 11-30
દર્શન બંધ 11-30થી 12-30
દર્શન બપોરે 12-30 થી 4-30
દર્શન બંધ 04-30 થી 0 7-00
આરતી સાંજે 07-00થી 07-30
દર્શન સાંજે 07-30થી01-30
દર્શન બંધ 01-30 થી 06-15

આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો