પાલનપુર: ચંડીસર ગામે ઝેરી કેમિકલ ફરી વળતાં 150થી વધુ પરિવારોને અસર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢ: પાલનપુર તાલુકાના ચંડીસરમાં આવેલા અતિભારે વરસાદને પગલે ચંડીસર ગામ બોટમાં ફેરવાઇ ગયું હતું. જ્યાં ચંડીસરમાં પુર આવ્યું હતું તે દરમિયાન હાઇવે નજીક આવેલ એક ક્વોરીમાં ટેન્કરમાં કેમીકલ ઢળી ગયું હતું. જે વરસાદી પાણીમાં ખેતરોમાં ફરી વળતા ગાંભવા પરિવાર માટે આફત બન્યું છે. ખેતરમાં લાખોનો ઉભો પાક બળીને ખાખ થઇ ગયો છે. આજુબાજુના એક કિલોમીટર વિસ્તારને ઘેરી લેતાં અસંખ્ય લોકો આની ઝપેટમાં આવી જતાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે.

પાલનપુર તાલુકાના ચંડીસરના હાઈવે નજીકના તીતીવાડા વિસ્તાર નજીક રહેતાં ગાંભવા પરિવારના 150 થી વધુ પરિવારોના ખેતરોમાં વરસાદી પાણી સાથે કવોરીનું ઝેરી કેમીકલ ફરી વળતા લીલો તેમજ સુકો ઘાસચારો ઝેરી બની જવાથી પશુઓને ખવડાવવા માટે હવે કંઈ બચ્યું નથી. અને આ કેમીકલ જમીનમાં ઉતરવાના કારણે બોરનું પાણી પણ કેમીકલવાળું આવતાં મોટી દહેશત સર્જાઇ છે. ખેતરોમાં વાવેતર કરેલ કપાસ મગફળીના તમામ પાક બળીને ખાખ થઇ ગયા છે. અનેક પશુઓના મોત નિપજ્યાં છે.

ખેતરોમાં પડેલ કેમીકલ પગોમાં લાગવાથી છાલા પડી જાય છે. આમ વિસ્તારના સાઈઠ વિઘા વિસ્તારના તમામ પાક આ કેમીકલની ઝપેટમાં આવી જતાં મોટી દહેશત સર્જી દિધી છે.આથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે.
 
(તસવીરો: જીતેન્દ્ર પઢિયાર, પાલનપુર)
આગળની સ્લાઇડ્સમાં વાંચો, પગોમાં કેમિકલ લાગવાથી ફોલ્લીઓ થાય છે....
અન્ય સમાચારો પણ છે...