તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ: માન્યતા મુજબ વરસાદની પધરામણી માટે મલુપુરના લોકોએ તળાવ સાવર્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
( ગ્રામજનોએ વરસાદ જલ્દી આવે તે માટે ગામનું તળાવ સાવર્યું હતું)
થરાદ: થરાદના મલુપુર ગામના ગ્રામજનોમાં ગામનું તળાવ સાવરવાથી વરસાદ સારો આવતો હોવાની માન્યતા પ્રચલિતછે.આથી સોમવારે ગામના ગ્રામજનોએ સાગમટે વાજતેગાજતે એકઠા થઇ તળાવ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. થરાદ પંથકમાં એક વખત અડધો ઇંચ વરસ્યા બાદ હાથ તાળી આપીને ગયેલો વરસાદ ઝાપટાં સ્વરૂપે છુટોછવાયો વરસી રહ્યો છે. આથી સરહદી તાલુકાના ખેડુતો વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહ્યાછે.ત્યારે થરાદના મલુપુરના ગ્રામજનોમાં ગામમાં આવેલું દેવાસર તળાવ સાવરવા(સાફ કરવામાં) માં આવેતો સારો વરસાદ જલ્દી આવતો હોવાની પરંપરાગત માન્યતા પ્રચલિતછે.
તળાવ સાવરવાથી વરસાદ ત્રણથી દસ દિવસમાં આવે છે તેવી પ્રચલિત માન્યતા
આથી સોમવારેબહોળી સંખ્યામાં એકઠા થયેલા તમામ કોમના આગેવાનોએ સાથે મળીને તળાવને સાફસફાઇ કરવાની કામગીરી હાથ ધરી હતી. ગામના યુવક વાંકજીભાઇ પટેલે જણાવ્યું હતુંકે ગ્રામજનો દ્વારા તળાવમાં ના ગાંડા બાવળ સહીતનાં ઝાડાં ઝાંખરાં દુર કરીને તેનો સળગાવીને નાશ કરી જેસીબી તથા ટ્રેક્ટરની મદદથી પાવડો ફેરવી તેની સાફ સફાઇ કરવામાં આવી હતી.તળાવની મધ્યમાં શ્રી સગત (શક્તિ) માતાજીનું સ્થાનક પણ આવેલું છે. આથી ભુતકાળમાં જ્યારે પણ વરસાદની ખેંચ ઉભી થાય ત્યારે તળાવ સાવરવા(બોરવા)થી વરસાદ ત્રણથી દસ દિવસમાં આવે છે તેવી માન્યતા પ્રચલિતછે અને ભુતકાળમાં આવા અનેક અનુભવો પણ થયેલા હોવાનું ગ્રામપંચાયતના સરપંચ રવજીભાઇ પટેલે જણાવ્યું હતું.

એક વર્ષ પહેલાં પણ તળાવ સાવર્યું હતું
ગત વર્ષે વરસાદ ખેંચાતાં ગામલોકોએ બરાબર એક વર્ષ પહેલાં ૧૭મી જુલાઇએ તમામ સ્ત્રી-પુરુષોએ એકઠા મળીને તળાવની સાફ સફાઇ કરી હતી. પરીણામે જુલાઇના છેલ્લા ત્રણ દિવસમાં ૨૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો.અને સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતી ફેલાવા પામી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો