જેસંગપુરા અને ઓખાપુરા ગામના લોકોના નસીબમાં પાકો રોડ નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: પાલનપુરથી માંડ પંદરેક કિલોમીટર દૂર આવેલા જેસંગપુરા અને ખાપુરા ગામ રસ્તાની સમસ્યાથી વંચિત છે. ભારે વરસાદ બાદ આ બન્ને ગામો સંપર્ક વિહોણા રહ્યા હતા. ગામલોકોએ જાતે રસ્તો રીપેર કરાવીને સરકારનાં ગાલે તમાચો જડ્યો છે.

70 વર્ષ પહેલાં જેસંગપુરા અને "ખાપુરામાં ગામમાં કેટલાક પરિવારો આવીને વસ્યા. પરિવારોનો વ્યાપ વધ્યો એમ અહીં રહેતાં કુટુંબોની સંખ્યા પણ વધી. આંત્રોલી ગ્રામ પંચાયતમાં આવતાં આ બન્ને ગામોમાં જવાનો રસ્તો આઝાદી બાદ પણ મળી શક્યો નથી. પાલનપુર તાલુકાનાં નાની ભટામલ અને આંત્રોલી ગામ સુધી પાકા માર્ગોની સેવા છે. પરંતુ ત્રણ થી ચાર કિલોમીટરનાં અંતરમાં આવતાં જેસંગપુરા અને "ખાપુરા ગામમાં પાકા રોડના અભાવે અહીં અનેક મુશ્કેલી" આ બન્ને ગામલોકોને અનુભવવી પડે છે.

ચારેતરફ ઢોળાવવાળી જમીનો હોવાથી વરસાદી વહેણ આવતાં જ અહીંનો માર્ગ પાણીમાં ગરકાવ થતાં અવર-જવર સદંતર બંધ થઇ જાય છે. જેસંગપુરા ગામનાં સ્થાનિક રમેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘ગામમાં રસ્તો બને તે માટે ધારાસભ્યો, સંસદ સભ્યો સહિત આનંદીબેનને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી રસ્તો બન્યો નથી. આ વખતે દસ દિવસ સુધી ગામમાં પૂરાઇ રહેવું પડ્યું હતું.
 
આગળની સ્લાઇડ્સમાં વધુ વાંચો...
અન્ય સમાચારો પણ છે...