તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે હત્યાનો ભેદ ઉકેલાયો : નવી પત્નીને ખુશ રાખવા પતિએ સંતાનોનું કાસળ કાઢ્યું હતું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર: નવી પત્નીને ખુશ કરવા બે સંતાનોને ક્રૂરતાથી મારી નાખી ફેંકી દેનારા ભૂજના દંપતીની પાલનપુર પોલીસે પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે. પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર આવેલી સદ્દગુરૂ રેસીડન્સી નજીકથી છ માસ અગાઉ એક 12 વર્ષિય કિશોરીની લાશ મળી આવી હતી. જેનો ભેદ ઉકેલવા પોલીસ તપાસ કરતી હતી. જે દરમિયાન એક કિશોરની હત્યામાં દંપતિ ભૂજ પોલીસના હાથે ઝડપાઇ ગયું હતું. જેમની પૂછતાછમાં કિશોરીની હત્યા પણ તેમણે કરી મૃતદેહ પાલનપુર નજીક ફેંકી દીધો હોવાનું ખૂલ્યું હતું. આથી પાલનપુર પશ્ચિમ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી હત્યાના ગૂનામાં બંનેની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
અગાઉની પત્નીના સંતાન ગમતા ન હતા એટલે કાવતરૂ રચ્યું
ભૂજના નાડાપા ગામે રહેતા શ્યામજીભાઇ ભીખાભાઇ વાઘેલાના લગ્ન જીવનમાં બે સંતાનો હતા. જેમાં પ્રસુતિ દરમિયાન તેમની પત્નીનું અવસાન થયું હતું. ત્યારબાદ તેમને બીજા લગ્ન જ્યોતિ ઉર્ફે ભૂરી સાથે કર્યા હતા. તેમને લગ્ન સમય વિતવાની સાથે બે સંતાનો અવતર્યા હતા. પરંતુ જ્યોતિબેનને અગાઉની પત્નીના સંતાન ગમતા ન હતા. જેના કારણે બંને સંતાનોનું કાસળ કાઢી નાખવાનું કાવતરૂ રચ્યું હતું. જેમાં છ માસ અગાઉ શ્યામજીભાઇ વાઘેલા તેમની પત્ની અને પુત્રી સાથે પાલનપુર ફરવા માટે આવ્યા હતા. જેમાં તેમને તેમની પુત્રીનું ગળુ દબાવી હત્યા કરી પાલનપુર-અમદાવાદ હાઇવે સદ્દગુરૂ રેસીડેન્સી, ગઠામણ ગામ નજીક ફેંકી ચાલ્યા ગયા હતા.
માતા-પિતાએ ભેગા મળી હત્યા કરી હોવાની કબૂલાત કરી
આ ઘટનાના થોડાક દિવસો બાદ પાંચ વર્ષિય પુત્ર મુકેશની હત્યા કરી લાશ ભૂજ તાલુકાના હબાઇ ગામની સીમમાં નાખી હતી. આ ઘટનાની જાણ પડદરી પોલીસને થતાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતાં આ ઘટનામાં પિતા શ્યામજીભાઇ ભીખાભાઇ વાઘેલા (વાલ્મિકી) અને માતા જ્યોતિ ઉર્ફે ભૂરી શ્યામજી વાઘેલાએ ભેગા મળી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ એમ.બી. વ્યાસની સૂચનાથી પીએસઆઇ એ.જે. ચૌધરી, એ.એસ.આઇ. સુમેરસિંહ, ઇશ્વરભાઇ સહિતનો સ્ટાફ રવિવારે ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી આકરી પૂછપરછ કરતાં જૂની પત્નીના સંતાનો નવી પત્નીને ન ગમતા હોવાથી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પોલીસે કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

નાની પાસે રહેતા સંતાનોની હત્યા કરવા બોલાવી લેવાયા હતા
માતાનું અવસાન થયા બાદ બંને સંતાનો તેમની નાની પાસે કલકત્તા રહેતા હતા. પરંતુ પિતાએ તેમની પાસે બોલાવી નવી પત્ની સાથે મળી બંને સંતાનોની હત્યા કરી હતી.
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો