તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરનાથ યાત્રિકો પર હુમલા બાદ અંબાજીમાં એલર્ટ, પોલીસનું સઘન ચેકીંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: અમરનાથની યાત્રા દરમિયાન થયેલા આતંકવાદી હુમલાને લઇ રાજ્યભરમાં જાણિતા તીર્થસ્થળોને એલર્ટ કરાયા છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ બુધવારે મંદિર પરિસરમાં સુરક્ષા કર્મીઓ દ્વારા સુરક્ષાને લઇ બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ તેમજ એસઓજી પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરાયું હતું.

મંદિર પરિસર સહિતના સ્થળોએ ચકાસણી

તાજેતરમાં અમરનાથની યાત્રા દરમિયાન થયેલા આતંકવાદી હુમલામાં 7 શિવભક્તો માર્યા ગયા હતા. તે ઘટનાને લઇ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ગુજરાત રાજ્યમાં પણ જાણિતા તીર્થસ્થળોને એલર્ટ કરાયા છે. જેના પગલે બુધવારે અંબાજીમાં મા અંબાના મંદિર પરિસરમાં સુરક્ષા કર્મીઓ દ્વારા સુરક્ષા ચકાસવામાં આવી હતી.

(તસવીરો: જીતેન્દ્ર પઢિયાર, પાલનપુર)
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...