તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોમ્બ મુકાયા હોવાના પત્રો મળ્યા બાદ શામળાજી મંદિરની સુરક્ષામાં વધારો કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શાળળાજી:યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષામાં શનિવારથી વધારો કરાયો છે. મંદિર સિક્યોરીટી, પોલીસ જવાનો ઉપરાંત સરકારના પોલીસ વિભાગ દ્વારા વધારાના 4 એસઆરપી બટાલિયનનાં જવાનો ફાળવવામાં આવ્યા છે. રાજ્યનાં પ્રસિદ્ધ યાત્રાધામોમાં સ્થાન ધરાવતા એવા શામળાજી મંદિરને અગાઉ ત્રાસવાદીઓ દ્વારા ઉડાવી દેવાની તેમજ મંદિરમાં બોમ્બ મુકાયા હોવાના નનામા પત્રો પણ મળી ચુક્યા છે.
શામળાજી પોલીસના ૨ માણસો દ્વારા મંદિર ફરતે સલામતી વ્યવસ્થા ગોઠવાઈ
જેના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની સલામતી વ્યવસ્થા માટે ૧૨ સિક્યોરીટીના માણસો ઉપરાંત શામળાજી પોલીસના ૨ માણસો દ્વારા મંદિર ફરતે સલામતી વ્યવસ્થા ગોઠવાઈ હતી. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા સરકારમાં એસઆરપી બટાલિયન ફાળવી આપવા માંગણીઓ કરાઈ હતી. ત્યારે મંદિર સલામતીને ધ્યાને લઇ અરવલ્લી જીલ્લા પોલીસ વાળા કે એન ડામોર દ્વારા શુક્રવારથી વધારાના ૪ એસઆરપી જવાનોની ફાળવણી કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો