તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોશીના: ચૂલામાંથી તણખો ઝરતાં એક ઘરમાં આગ લાગી, મકાન ભસ્મીભૂત થયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોશીના:  પોશીના તાલુકાના અજાવાસ ગામમાં રવિવારની રાત્રિ દરમિયાન ખેતમજૂર પરીવારના મકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠતા ગરીબ ખેતમજૂર પરીવારની તમામ ઘરવખરી અને કાપેલા ઘઉં આગમાં ભસ્મીભૂત થઇ ગયા હતા. ઘરમાં એકલા વૃધ્ધા ગમે તેમ કરી બહાર નીકળી નિ:સહાય બની મહામૂલી મૂડીને આગમાં ખાખ થતાં જોવા મજબૂર બન્યા હતા.

અજાવાસ ગામના કાળાખેતરા ફળીયામાં રહેતા લક્ષ્મણભાઇ ઘરના સભ્યો સાથે ખેતમજૂરી અર્થે બહારગામ ગયેલા હતા અને તેમના વૃધ્ધ માતા એકલા ઘેર હતા. રવિવારની મોડી રાત્રે ઘરમાં સળગાવેલા ચૂલામાંથી તણખો ઝરતાં ઘરમાં અચાનક આગ લાગી હતી. આગ બૂઝાવવાનો પ્રયત્ન કરતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ પકડી લેતાં વૃધ્ધા ગમે તેમ કરીને ઘરની બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.
 
મોડી રાત્રે લાગેલી આગમાં ઘરની તમામ ઘરવખરી અને કાપેલા ઘઉં પણ ભસ્મીભૂત થઇ ગયા હતા. ઘટના અંગે લોકોએ સરપંચને જાણ કરતા તેમણે ટી.ડી.ઓ.ને જાણ કરી હતી. પોશીના ટી.ડી.ઓ. એ.જે.ભાંભી, તલાટી હેમંત જોષી અને સરપંચે રૂબરૂ સ્થળ પર જઇ સ્થળ તપાસ કરી સરકાર દ્વારા મળવાપાત્ર તમામ સહાય આપવાની હૈયાધારણ આપી હતી. ટી.ડી.ઓ. દ્વારા નિ:સહાય બની ગયેલ વૃધ્ધાને કામચલાઉ આર્થિક મદદ કરવામાં આવતા ઉદાહરણરૂપ કામગીરી બની રહી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો