તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવાબોની નગરી તરીકે ઓળખાતા પાલનપુરના ઐતિહાસિક સ્થળો બન્યા ખંડેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: પાલનપુર નગરીને નવાબોની નગરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે નવાબોના સમયમાં પાલનપુર નગરમાં પ્રવેશવા માટે સાત દરવાજા હતા. જેમાં ગઠામણ દરવાજો, કમાલપુરા દરવાજો, મીરાં દરવાજો, નવો દરવાજો, સલેમપુરા દરવાજો, વિરબાઇ ગેટ અને દિલ્હી દરવાજાનો સમાવેશ થાય છે. ત્યારે આ દરવાજાઓમાંથી માત્ર એક જ મીરાં દરવાજો હયાત છે. જે પણ ખંડેર હાલતમાં છે. આ ઉપરાંત 18મી સદીમાં પશ્ચિમાભિમુખ ચાર માળની અને કૂટને જોડતી પડથાર ધરાવતી આરસ અને રેતીયા પથ્થરમાંથી બનેલી મીઠીવાવ આવેલી છે.

આ વાવમાં ચતુર્ભૂજ ગણેશ, બ્રહ્મા-સાવિત્રી, અપ્સરા-નૃત્યાંગનાઓ અને શૃંગારશિલ્પોની પ્રતિમાઓ આવેલી છે. આ પ્રતિમાઓ તોડી નાંખવામાં આવી છે. તેમજ લોકો દ્વારા કચરો નાંખવામાં આવી રહ્યો છે. જેથી આ ઐતિહાસિક વાવ ખંડેર હાલતમાં પડી છે. જ્યારે વર્લ્ડ હેરિટેજ ડે ના દિવસે સંસ્થાઓ કે વિદ્યાર્થીઓ દ્વારા આ મીઠીવાવની સાફ-સફાઇ કરવામાં આવે છે. તેમજ પાલનપુરની સંસ્થાઓ દ્વારા વર્લ્ડ હેરીટેજને લઇ તંત્ર તેમજ પ્રજાજનોને જાગૃત કરવા રેલી પણ યોજવામાં આવી હતી.

છતાં તંત્રની આંખ ઉઘડતી નથી અને ઐતિહાસિક સ્થળોની કોઇ જાળવણી કરવામાં આવતી નથી. સાત દરવાજામાંનો ઐતિહાસિક મીરાં દરવાજો જે ખંડેર હાલતમાં છે. જ્યારે તંત્ર દ્વારા તેની જાળવણી કરવાની જગ્યાએ આ ઇમારતને અડીને જ શૌચાલય બનાવવામાં આવ્યું છે. જેથી મળ-મૂત્ર દરવાજાની આગળ જ ભેગું થઇ રહ્યું છે. જેથી ઇમારતની શોભા બગડી રહી છે. આ ઉપરાંત આ ઐતિહાસિક ઇમારતો ઉપર લોકો જાહેરાતોની પેન્ટીંગ કરી રહ્યા છે તેમની સામે પણ તંત્ર દ્વારા પગલાં ભરાય તેવું શહેરીજનોએ ઇચ્છી રહ્યા છે.
 
તસવીર: જીતેન્દ્ર પઢિયાર
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...