ઉત્તર ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી: બનાસકાંઠા, પાટણમાં કેવી છે સ્થિતી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ગુજરાત: સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ખેડૂતો તો ખુશ થઈ ગયા છે પરંતુ સાથે સાથે અનેક જગ્યાએ તારાજી પણ વેરાઈ છે. કચ્છના બન્ની વિસ્તારમાં ભરંડિયા ગામના રોડ પર તો વહેળા પડી ગયા હતા જ્યારે બનાસકાંઠામાં નદીઓ ગાંડીતૂર થઈ હતી. રાત્રે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડતાં પશ્ચિમ વિસ્તારના પાંચ તાલુકાઓને વ્યાપક અસર થઇછે. અહિના ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. છેલ્લા ત્રણદિવસથી બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યા છે. ભારે વરસાદના કારણે પાટણ, કચ્છ અને બનાસકાંઠા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા છે. રાહત અને બચાવ કામગીરી માટે સરકારે 3 ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવી છે.

સમગ્રરાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ખેડૂતો આનંદિત છે. ઉત્તર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદને કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વિકટ સ્થિતિ છે. જ્યાં રાહત કામગીરી હાથ ધરવી પડી છે. છેલ્લા 14 કલાકમાં ઉત્તર ગુજરાતમાં લાખણીમાં 21 ઈંચ તેમજ બનાસકાંઠાના વાવ, ધાનેરા, દિયોદર અને ભાભરમાં 17 ઈંચ વરસાદ નોંધાયો હતો. નીચાણવાળા વિસ્તારમાંથી 2500 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. 3 હજાર જેટલા ગામોમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો છે. કચ્છ અને બનાસકાંઠામાં રાહત કામગીરી માટે એનડીઆરએફની 6 ટીમો કામે લગાડવામાં આવી છે જ્યારે 10 ટીમોને સ્ટેન્ડટુ રાખવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં ચાર દિવસથી વરસેલાં વરસાદના કારણે કેવી છે પરિસ્થિતીની તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...