વરસાદ બાદ અંબાજીના ડુંગરો ઉપર છવાઈ હરિયાળી, જુઓ તસવીરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં અપર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે રવિવારે સમગ્ર રાજ્યમાં મેઘો મંડાયો હતો. બનાસકાંઠા જિલ્લાના પૂર્વમાં આવેલી અરવલ્લીની ગિરીકંદરામાં ચોમાસાના વરસાદ બાદ લીલોતરી છવાઇ ગઇ છે. અંબાજી જતાં ત્રિશૂળીયાઘાટ ઉપરથી પર્વતની હારમાળાઓ ઉપર નજર કરીએ તો જમીન ઉપર ખેતીના પાકો, આકાશમાં છવાયેલા વાદળો અને દૂરથી દેખાતાં ડુંગરો ઉપર છવાયેલી હરિયાળીથી આંખોને ઠંડક તેમજ હૃદયમાં અપાર આનંદની અનુભૂતિ થાય છે.

ત્રણ સપ્તાહ બાદ સાબરકાંઠામાં વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ત્રણ સપ્તાહના વિરામ બાદ રવિવારે સાંજે ધમાકેદાર એન્ટ્રી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ સમયસર પડેલા વરસાદને કારણે મૂરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે. જેથી ખેડૂત વર્ગમાં આનંદની લાગણી પ્રસરી છે. જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી અસહ્ય ઉકળાટ અને બફારાથી રવિવારે સવારે પૂર્વોત્તર દિશામાંથી વાવઝોડા સાથે ધમાકેદાર એન્ટ્રી થતા સૌ કોઇએ રાહતનો દમ લીધો હતો.

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...

તસવીર- અંકિત વ્યાસ
અન્ય સમાચારો પણ છે...