તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતના પ્રખ્યાત અંબાજી વિશે તમે જે જાણવા માંગો તે બધું: જાણો ઈતિહાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરઃ ઉત્તર ગુજરાતના આરાસુર પર્વતમાં બિરાજમાન મા જગદંબાનો ભાવોત્સવ કહો કે મિની કુંભ, ભાદરવી પૂનમનો લોકમેળો શરૂ થઇ ગયો છે. પદયાત્રીઓ કોઇ એકલા તો કોઇ સંઘના સમૂહમાં ગામે-ગામથી માના રથ-માંડવી, ધજા સાથે ‘મા જગદંબા’ના ચરણે પહોંચે છે. પદયાત્રા થકી આ પરંપરા બસો વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ઘણું જ જાણીતું યાત્રાધામ છે. પુરાણોમાં નોંધાયું છેકે અહીં અંબિકાવન હતું. આ મંદિરે કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ વીસાયંત્રની પૂજા કરવામાં આવે છે.
આ યંત્ર અંગે એવી માન્યતા છેકે આ એક શ્રીયંત્ર છે, જે ઉજ્જૈન, નેપાળના શક્તિપીઠોના મૂળ મંત્ર સાથે સંકળાયેલું છે અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. દર મહિનાની આઠમે આ યંત્રની પૂજા કરવામાં આવે છે. અંબાજી તીર્થક્ષેત્રમાં માતાના દર્શનાર્થે બારેમાસ યાત્રીઓ આવે છે. દર માસે પુનમે મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિરના શીખર પર ધજા ચઢાવે છે. ધાર્મિક દ્રષ્ટિએ અંબાજી ભારતના શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિદ્ધ સ્થાન છે. અંબાજીથી 2 કિ.મી દૂર ગબ્બરની ગુફા આવેલી છે, જેને અંબામાતાનું આદિસ્થાન માનવામાં આવે છે. અંબાજીમાં દર ભાદરવી પુનમે મેળો ભરાય છે અને શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી માતાના દર્શને આવી ધન્યતા અનુભવે છે.
મંદિરની નજીક આવેલા વિશાળ સ્થાપત્ય કળાનું બેનમૂન નમૂનો ગણાતું વર્ષો પૂરાણું માન સરોવર આવ્યું છે. જ્યાં શ્રીકૃષ્ણની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા હતા. જ્યાં તેમને વરદાન મળ્યું હતું કે તેને નરજાતિના નામવાળા શસ્ત્રોથી મારી શકાશે નહીં. આ વરદાન થકી તેણે દેવોને હરાવી ઇન્દ્રાસન જીત્યું અને ઋષિઓના આશ્રમનોનો નાશ કર્યો હતો, વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો નિશ્ચય કર્યો હતો. જેથી દેવો ભગવાન શિવની મદદે ગયા હતા. શિવે દેવી શક્તિની આરાધના કરવાનું કહેતા દેવોએ તેવું કર્યું હતું અને આદ્યશક્તિ પ્રગટ થયા હતા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો હતો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે પણ ઓળાખાય છે.

ચોમાસાના અંતિમ દિવસોમાં અંબાજી વનરાજીથી ભરપૂર ખીલેલું હોય છે
ચોમાસાના અંતિમ દિવસો જ્યારે હોય છે ત્યારે ઉત્તર ગુજરાતના દાંતા તાલુકામાં આવેલું અંબાજી વનરાજીથી ભરપૂર ખીલેલું હોય છે. પર્વતીય વિસ્તારના આડા-અવળા રસ્તા કાપીને પદયાત્રીઓ ભાદરવી પૂનમના મા જગદંબાનાં દર્શને પહોંચવા દોટ મૂકે છે. અનેક ગામો અને કેટલાય કિલોમીટર દૂરથી પદયાત્રા કરીને માને બસ મન ભરીને નિરખવા આવે છે. તેવા તેના બાલુડાઓના ચહેરા ઉપર ક્યારેય થાક વર્તાતો નથી. જાણે શરીરમાં જગદ્જનની જ શક્તિનો સંચાર ના કરી રહ્યાં હોય.
પૃથ્વી ઉપરના સૌથી મોટા પદયાત્રી મેળામાં લાખો માઇભક્તો અંબાજી તરફ પ્રયાણ કરે છે
માતાજી પ્રત્યેની આસ્થા અને તેની દિવ્યતાની અનુભૂતિ તો માના દરબારમાં જે ચાલતા જાય તે જ અનુભવી શકે. આવા તો કેટલાય માઇભક્તો છે. જે વર્ષોવર્ષ પદયાત્રા કરીને ધન્યતા અનુભવે છે. અગાઉ પાંચ દિવસોનો આ મહામેળો હવે સાત દિવસ સુધી ચાલે છે. જેમાં આણંદ, નડિયાદ, કચ્છ, સુરત, વાપી તો રાજ્ય બહારના નાસિક, બેંગ્લોર, નાગપુર તેમજ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી 800 થી વધુ માતાજીના સંઘ આવે છે. માતાજીને રથમાં બિરાજમાન કરી રથને રોશનીથી સજાવીને ડી.જે. ના તાલે માનાં ગુણલાં ગાતાં-ગાતાં કેટલાય કિલોમીટર કપાઇ જાય છે તેની માઇભક્તોને ખબર પણ રહેતી નથી.
આગળની સ્લાઇડ્સમાં વાંચોઃ પદયાત્રાની આ પરંપરાને 200 વર્ષ જૂની માનવામાં આવી રહી છે

તસવીરો - અંકિત વ્યાસ, પાલનપુરઅન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો