ઘોડાસર શાળાના આચાર્ય10.57 લાખની શિષ્યવૃતિ ચાઉં કરી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ: થરાદની ઘોડાસરની શાળાના આચાર્યએ ત્રણ વર્ષમાં બાળકોને સરકાર તરફથી મળેલી શિષ્યવૃતીની રકમ ચુકવવાના બદલે ઉચાપત કરતાં તેમની સામે થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૂ. 10,57,205 ની ઉચાપતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
 
થરાદની ઘોડાસર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા તત્કાલિન મુખ્ય અને હાલના ઉપ શિક્ષક મનાત રમેશભાઇ વિરાભાઇએ છેલ્લા ત્રણ વર્ષની બાળકોની સરકાર તરફથી મળતી શિષ્યવૃતિની રકમનું ચુકવણું નહી કર્યાની રજુઆત ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરી હતી.આથી જિલ્લા સ્તરેથી તપાસ થતાં થરાદ તાલુકા પંચાયત દ્વારા મડાલ પે.કેન્દ્ર શાળાને વર્ષ 2013થી 2016 દરમિયાન 10,98,980 ની રકમ આપવામાં આવી હતી. જે શાળાના સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની લુવાણા શાખાના એકાઉન્ટમાં જમા કરવામાં આવી હતી.તપાસ માટે સ્ટેટમેન્ટ કઢાવતાં અગાઉની જમા મળીને કુલ રૂ. 11,18,698 જમા હતા અને માત્ર 2893 રૂપીયા જ  બેલેન્સ હતું. જ્યારે રમેશભાઇ મનાતે માત્ર રૂપિયા 58,600ની રકમનું જ બાળકોને ચુકવણુ કરેલ હતું.
 
અન્ય સમાચારો પણ છે...