તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મફત ગેસ કનેકશનના નાણાં સબ સીડીમાંથી કપાશે : ડીસાના ધારાસભ્ય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(ડીસાના માલગઢ ગામે ગુરુવારે ધારાસભ્યના હસ્તે મફત ગેસ જોડાણની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું)

ડીસા:ઉજવલ્લા યોજનામાં સરકાર દ્વારા ગરીબ પરિવારનો વિના રકમે ગેસ જોડાણ અપાય છે. જે પાછળથી સબસીડીમાંથી વહીવટ સ્વરૂપે લેવાશે જેથી થોડા સમય માટે સબસીડી કેમ આવી નહી તેમ કરીને મુંઝાવુ નહીં એમ ડીસા તાલુકાના માલગઢ ગામે ગુરુવારે ગેસ વિતરણ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા વગર પૈસે ગરીબોને ગેસ જોડાણ આપવાની ઉજવલ્લા યોજના અંતર્ગત ડીસાના માલગઢ ગામે ગુરુવારે ભવ્ય ઇન્ડેન ગ્રામિણ વિતરણ દ્વારા ગેસ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ, આઇઓસીના એરીયા મેનેજર ઓમ પ્રકાશ ઝા, સરપંચ શ્રવણભાઇ પરમાર, પૂર્વ સરપંચ કુંદનલાલ કચ્છવા, ગામના અગ્રણી ભેરાજી માળી, પી.કે.માળી, લોરવાડા સરપંચ સુરેશભાઇ, વિતરક સુરેશ માળી સહિત આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે 25 થી વધુ લાભાર્થીઓને ગેસ જોડાણની કીટનું વિતરણ કરાયું હતું. આઇઓસીના અધિકારીએ ઉજવલ્લા યોજનાની જાણકારી આપી હતી. ધારાસભ્ય ગોવાભાઇએ ગ્રામિણ મહિલાઓને ગેસના ઉપયોગમાં રાખવાની સાવચેતીથી વાકેફ કરી ગેસ જોડાણ લીધા બાદ રૂ. 1500 જેટલી રકમ થોડા સમય સુધી સબસીડીમાંથી કપાઇ જશે. જેથી આ બાબતે વિતરક સાથે માથાકુટ કે મુંઝાવુ નહી તેવી સલાહ આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો