તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવમાં ખોરાકીઝેરની અસરથી દસ ગાયોના મોતથી અરેરાટી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાવ: વાવમાં રવિવારે સાંજના સુમારે લીલો ઘાસચારો આરોગ્યા બાદ બે માલધારીઓની ગાયોને ખોરાકી ઝેરની અસર થવા પામી હતી. અને દસ ગાયોના મોત નિપજ્યા હતા. જ્યારે સંખ્યા બંધ ગાયોને ઝેરની અસર થતા દોડી આવેલા જીવદયા પ્રેમીઓ અને પશુઓના તબીબોએ સારવાર હાથ ધરી હતી.એકી સાથે દસ ગાયોના મોત નીપજતાં અરેરાટી પ્રસરી ગઈ હતી.
વાવમાં રવિવારે સાંજે બનેલી અરેરાટી ભરી ઘટનાની વિગતો એવી છે કે, વાવના રૂડાભાઇ અને બબાભાઇ રબારીની 100 જેટલી ગાયોએ એક ખેતરમાં લીલો ઘાસચારો આરોગ્યો હતો. જે બાદ ખોરાકી ઝેરની અસર થતાં દસ ગાયોના મોત નિપજ્યા હતા. જ્યારે સંખ્યાબંધ ગાયોને ઝેરની અસર થવા પામી હતી. ધટનાની જાણ થતાં વાવ સરપંચ કરશનભાઇ રાઠોડ, પશુઓના ડોકટર જી.બી.જોષી તેમજ થરાદ જલારામ યુવક મંડળની એમ્બ્યુલન્સ સાથે ડોકટરોની ટીમ અને વાવના 100 ઉપરાંત જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જેમણે અસરગ્રસ્ત ગાયોની સારવાર હાથ ધરી હતી. આ અંગે વેટેનરી તબીબે જણાવ્યું હતુ કે, લીલોઘાસચારો આરોગવાથી ગાયોને નાઇટ્રાઇટ પોઇઝનની અસર થઇ છે. જેમાં ગાયના નાકમાંથી લીલુ પ્રવાહી જ્યારે પાછળના ભાગેથી કાળુ લોહી નીકળે છે. ગામમાં દસ ગાયોના મોતને લઈ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો