બનાસકાંઠામાં પુરની પરિસ્થતિ : જિલ્લાના ઇતિહાસમાં ત્રણ દિવસમાં 32 ઇંચ રેકર્ડબ્રેક વરસાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં છેલ્લા ત્રણ દિવસમાં 32 ઇંચ જેટલો રેકર્ડબ્રેક વરસાદ પડ્યો છે. જેનાથી જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે. રસ્તા, પાણી અને વીજ પુરવઠાની સ્થિતિ ગંભીર હોવાથી ગુરુવારથી જ તેને પૂર્વવત કરવા કામગીરી કરવામાં આવશે. તેમ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે બુધવારે પાલનપુર ખાતે જણાવ્યું હતું.
ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના પગલે ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં ડેમના દરવાજા ખોલવાની નોબત આવી હતી.સીપુ ડેમ સંપૂર્ણ ભરાઇ જતાં બુધવારે વહેલી સવારે પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા.બીજી બાજુ દાંતીવાડા ડેમના અગિયાર દરવાજા પણ ખોલાયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસમાં પડેલા મુશળધાર વરસાદથી ખાન-ખરાબી સર્જાવા પામી છે. જેના પગલે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બુધવારે તાબડતોબ પાલનપુર ખાતે દોડી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ત્રણ દિવસમાં 32 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. જેના કારણે 47 ગામો પાણી વચ્ચે ઘેરાઇ ગયા હતા. જ્યાં અત્યાર સુધીમાં બે હેલિકોપ્ટરની મદદથી 21 ગામોના 500 થી વધુ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડી લેવાયા છે.
હજુ પણ આઠથી દસ ગામો સંપર્ક વિહોણા છે. જ્યાં ફસાયેલા લોકોને બચાવવા માટે વધુ નવ હેલિકોપ્ટરની મદદ લેવામાં આવશે. બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની 14 ટીમોની મદદ લેવામાં આવી છે. જે પૈકી પાંચ ટીમો આવી છે. બાકીની ગુરુવારથી આવી જશે. આ ઉપરાંત લશ્કરની 3, બીએસએફની એક ટુકડી દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....ડેમ ઓવરફલો : પાણીની આવક વધતાં દાંતીવાડાના 11, સીપુ અને મોકેશ્વરના પાંચ દરવાજા ખોલાયા.....
તસવીરો : પ્રવિણ સોલંકી, પાલનપુર....
અન્ય સમાચારો પણ છે...