• Gujarati News
  • Flocks Killed 58 Castor Account At Tirthagam Of Vav Taluka

વાવ તાલુકાના તીર્થગામમાં એરંડા ખાતા 58 ઘેટાં-બકરાં મોતને ભેટ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ : વાવ તાલુકાના તીર્થગામમાં ગુરુવારે સાંજે એરંડા અારોગવાથી આફરો ચડતા બે માલધારીઓના એક બાદ એક 58 જેટલા ઘેટા-બકરાંના મોત થતાં સમગ્રપંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. આ ઘટનાને પગલે તંત્રના અધિકારીઓએ પશુ તબીબો સાથે દોડી આવી તપાસ હાથ ધરી હતી.
- આ ઘટનાથી ગામના માલધારીઓના માથે આભ તુટી પડ્યું
- એેરંડા ખાવાથી આફરો ચડતા પશુઓના મોત થયા
- પશુ તબીબો સહિત તંત્રના અધિકારીઓએ દોડી આવ્યા
સરહદી વાવ તાલુકાના તીર્થગામની સીમમાં ગુરુવારે સાંજે માલધારીઓ ઘેટાં-બકરાં ચરાવી રહ્યા હતા. ત્યારે એરંડા ખાઇ જવાથી આફરો ચડી જતાં તીર્થગામના જ કાળાભાઇ મશરૂભાઇ રબારીના 38 અને હીરાભાઇ માધાભાઇ રબારીના 20 મળી કુલ 58 જેટલા ઘેટાં -બકરાં એકબાદ એક મોતને ભેટયા હતા. ઘેટાં -બકરાંના મોતથી આજીવીકા છીનવાઇ જતાં માલધારી પરિવારોના માથે આભ તુટી પડ્યું હતુ. આ ઘટના અંગેની જાણ થતાં વાવ તાલુકા પંચાયતના ભરતભાઇ ત્રિવેદી, જે.ડી.પટેલ તથા ઇશ્વરભાઇ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. તેમજ પશુ ચિકિત્સક ડો.બી.કે.વેણ, ડો.જે.બી.જોષી અને ડો.એસ.ડી.વડાલીયાની ટીમ દ્વારા મૃત પશુઓનું પીએમ કરવામાં આ‌વ્યું હતું. આ બનાવના પગલે ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.