તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા: કેદીઓને લઇ જતી પોલીસવાન પલટી: 5 કેદી, 6 પોલીસોને ઇજા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા-ભીલડી: પાલનપુર સબજેલમાંથી આરોપીઓને દિયોદર કોર્ટમાં પોલીસની કેદીપાર્ટી વાન ભીલડી નજીક શનિવારે પલટી ખાતાં 6 પોલીસકર્મી અને 5 આરોપીઓને ઇજા થતાં ડીસા સિવિલમાં સારવાર અર્થે લવાયા હતા.

ભીલડી પાસે ડીસા હાઇવે પર અકસ્માત

પાલનપુર સબજેલમાંથી આરોપીઓને લઇ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરની કેદી પાર્ટી વાન નં. જીજે-08-જી-9563 શનિવારે પાલનપુરથી દિયોદર કોર્ટમાં જઇ રહી હતી. દરમિયાન ભીલડી નજીક સિલસિલા હોટલ પાસે આગળ જતાં એક્ટીવાને બચાવવા જતાં વાન અચાનક પલટી ખાઇ જતાં અંદર બેઠેલ પોલીસ કર્મીઓ તેમજ કોર્ટમાં રજૂ કરવા લઇ જવાતા આરોપીઓને વધતી-ઓછી ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તોને ભીલડી મર્કેન્ટાઇલ બેન્કની એમ્બ્યુલન્સ અને 108 વાનમાં ડીસા સિવિલમાં સારવાર અર્થે લવાયા હતા. ભીલડી પોલીસ મથકે આ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્તો

1.વિક્રમભાઇ સરદારભાઇ ચૌધરી (પોલીસ કર્મી), 2.જીતેન્દ્રભાઇ ભીખાભાઇ પટેલ (પોલીસ કર્મી), 3.કમલેશભાઇ કે. ચૌધરી, (પોલીસ કર્મી) 4.મફતલાલ એન. જાટ (પોલીસ કર્મી)5 .ભીખાભાઇ દલાભાઇ પરમાર (પોલીસ કર્મી) 6 મુકેશકુમાર મોહનલાલ પટેલ (પોલીસ કર્મી) 7.ભરતભાઇ કેશવલાલ જોષી 8. જીતુભાઇ કાન્તીલાલ ઠાકોર,9 ભૂપતજી હેમચંજી ઠાકોર,10.ખુમાભાઇ ફુલરસીભાઇ રબારી, 11.જવાનજી વાઘાજી ઠાકોર
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો