તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘તું અહીં કેમ આ‌વ્યો છે’ તેમ કહી પિતાએ દીકરાની છાતીમાં છરી હુલાવી દેતાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા: કાંકરેજ તાલુકાના વડામાં રવિવારની રાત્રિએ પરિવારની સામાન્ય તકરારમાં પિતાએ તેના સગા પુત્રને છરીના ઘા મારી રહેસી નાખતા કાંકરેજ પંથકમાં હત્યારા પિતા ઉપર ફિટકારની લાગણી ફેલાઇ છે. પોલીસે મૃતકની માતાની ફરીયાદના આધારે તેના પિતા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
કાંકરેજ તાલુકાના વડા ગામમાં રહેતા રામજીભાઇ મોહનભાઇ નાયી (ઉ.વ.55)ને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હતા. જેમાં પિતા અને પુત્ર વચ્ચે સામાન્ય અણબનાવ રહેતો હતો. જેથી ચારમાસથી તે ઘરે આવતો ન હતો. દરમિયાન રવિવારના રાત્રિના અચાનક 7:45 વાગ્યાના સુમારે રામજીભાઇનો અપરણિત પુત્ર પરબતભાઇ પોતાના ઘરે આવ્યો. ત્યારે તેના પિતા રામજીભાઇ તેને જોઇને એકદમ ઉશ્કેરાઇ ગયા. અને ‘ તુ કેમ અહી આવ્યો છે અને દીકરીનો સંબંધ કેમ થવા દેતો નથી’ તેમ કહીને તેની સાથે ઝઘડો કર્યો હતો.

આ સમયે ઝનૂની બની ગયેલા રામજીભાઇએ એકાએક પરબતને છાતીના ભાગે છરીના ઘા મારી લોહીલુહાણ કરી દીધો હતો. ત્યારબાદ નાસી છુટ્યા હતા. આ ઘટના અંગેની થરા પોલીસને જાણ થતાં પીએસઆઇ એમ.એન.દેસાઇ તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતક પરબતભાઇ રામજીભાઇ નાયી(ઉ.વ.30) ને થરા રેફરલ ખાતે લાવી લાશનું પીએમ કરાવ્યું હતું.જ્યારે મૃતકની માતાનીએ પુત્રના હત્યારા પિતા વિરૂદ્ધ થરા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...