પૂરગ્રસ્તોને રસ્તો કરી આપવા ખેડૂતે ઊભો પાક ખેડી નાખ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહ: બનાસકાંઠામાં પૂરના કારણે અનેક ગામ તરાજ થયા છે. જેમાં ગામમાં પાણી ફરી વળતાં જાનમાલને નુકસાનની સાથે જમીનનું ધોવાણ થયું છે. ત્યારે થરાદ તાલુકાના આસોદર ગામના સેવાભાવી ખેડૂતે ગામની ચારેતરફ પાણી ભરાયેલ ત્યારે તેમના ખેતરનો ઉભો પાક ખેડીને ગ્રામજનોને રસ્તો કરી આપ્યો હતો. અત્યારે પણ તેમના ખેતરમાંથી વાહન વ્યવહાર ચાલે છે. આમ ખેડૂતની આ પ્રેરણાદાયી કામગીરી સમગ્ર પંથકમાં પ્રશંસાને પાત્ર બની છે.

 જિલ્લામાં વરસાદી પાણીને તબાહી મચાવી મૂકી હતી. આ સમયગાળા દરમિયાન 24 જુલાઇના રોજ થરાદના આસોદર ગામે પૂરના પાણી ફરી વળ્યા હતા.આસોદર ગામને જોડતાં તમામ રસ્તાઓ બંધ થઇ ગયા હતા. ગામલોકોને આવી આદતના સમયે પારાવાર મુશ્કેલી ઉભી થઇ હતી. જીવન જરૂરીયાત અને બિમારી જેવા સમયે લોકો અટવાઇને બેઠા હતા.
 
ગામની બહાર નિકળી શકાતું નહોતું ત્યારે ગામના સેવાભાવી મહેશભાઇ તેજાભાઇ દેસાઇએ પોતાના ખેતરમાંથી ઉભો પાક ખેડી રસ્તો કરી આપી સમગ્ર ગામ માટે પ્રેરણાદાયી બન્યા છે. આસોદરને તાલુકા મથક થરાદથી જોડતો રસ્તો હજુ બંધ છે. ત્યારે મહેશભાઇએ પોતાના ખેતરમાંથી રસ્તો કરી ગ્રામજનોને મદદરૂપ બન્યા છે.
 
સમગ્ર આસોદરથી થરાદ સુધીના 25 થી 30 ગામોનો વાહન વ્યવહાર પોતાના ખેતરમાંથી ચાલે છે. સામાન્ય જમીન માટે ઝઘડો કરતાં માણસો માટે તેઓએ પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે. ઉપરાંત આ આફતના સમયમાં પોતાના ઘરે અને ખેતરના ફાર્મ હાઉસ પર 8 થી 10 અસરગ્રસ્ત પરિવારોને આશરો આપી જનસેવાને સાચા અર્થમાં સાર્થક કરી છે.
 
આ આફતના સમયમાં તેમણે પોતાની ગાડી ટ્રેકટર અને અન્ય વાહનો લોકોની સેવામાં 24 કલાક આપી દીધા હતા. 24 જુલાઇના રોજ આસોદર, આફતગ્રસ્ત હતું. ત્યારે મહેશભાઇ એક કુશળ તરવૈયા પણ હોઇ તેઓએ ધસમસતા પાણી વચ્ચે ઉભા રહી અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસડેવા તેમજ ગામમાં કોઇ નુકસાન ન થાય તે માટે ચોવીસ કલાક પોતાની સેવા આપી હતી.
 
વધુ તસવીરો જોવા માટે આગની સ્લાઇડ્સ પર ક્લિક કરો.
અન્ય સમાચારો પણ છે...