તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલેકટર કચેરી તરફ એક કલાકમાં 2400 લોકો આવન-જાવન કરે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર: પાલનપુરમાં જિલ્લાની તમામ કચેરીઓ જોરાવર પેલેસમાં આવેલી છે. જ્યારે બાજુમાં જિલ્લા પંચાયત કચેરી આવેલી છે. અહિયા મુખ્ય કચેરીઓના સરકારી કામકાજ માટે 14 તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા-જતા હોય છે. એક અંદાજ મુજબ એક કલાકમાં 2400 થી વધુ લોકો કોઝીથી કલેકટર કચેરી તરફ અને એજ રીતે બીજી તરફ માર્ગ ઓળંગે છે. 
 
આ માર્ગ ઓળંગવા માટેના બન્ને માર્ગ ઉપર એક કલાકમાં અંદાજે 4000 વાહનો પસાર થાય છે. એટલે વાહનોની અવર-જવર વચ્ચે સલામત રીતે માર્ગ ઓળંગવા માટે રાહદારીઓને 5થી 10 મિનીટ રાહ પણ જોવી પડતી  હોય છે.જેથી જોખમ ટાળવા માટે ફુટ ઓવરબ્રીજ ખુબજ જરૂરી જ નહી અનિવાર્ય બન્યો છે. 
 
વાહનો વધતા બ્રીજ જરૂરી
શહેરમાં વાહનોની સંખ્યા એટલી બધી વધી ગઇ છે. કે આ માર્ગને પસાર કરવો મુશ્કેલ પડે છે. ઓવરબ્રીજ બને તો રાહદારીઓ માટે મદહઅંશે મુશ્કેલીઓ ઘટી શકે છે.> હરેશ પંચાલ(ઢુંઢીયાવાડી, પાલનપુર)
 
આપણા શહેરનું ‘હાર્ટ’ છે
પાલનપુરમાં કોઝી ટાવર વિસ્તાર શહેરનું હાર્ટ છે. જિલ્લાની વડી કચેરીઓ અહીંયા આવેલી હોવાથી પ્રજા માટે ફૂટ ઓવર બ્રીજ બને તે ઇચ્છનીય છે.->સાગર જાની(રહીશ, પાલનપુર)

જેનુ દેવનને બેસ્ટ કલેકટરનો એવોર્ડ
બનાસકાંઠા જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા જેનુ દેવનએ અગાઉ છોટા ઉદેપુર ખાતે સેવાઓ આપી હતી જ્યાં તેમને માનવીય અભિગમ દ્વારા કરેલી સુંદર કામગીરીની રાજ્ય સરકારે નોંધ લીધી હતી. અને બેસ્ટ કલેકટર તરીકેનો એવોર્ડ જાહેર કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો