ચાત્રા પ્રા.શાળાની વાલીમિટિંગમાં ધિંગાણું, વૃદ્ધનું મોત અને 7 ઇજાગ્રસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર: ભાભર તાલુકાના ચાત્રા ગામે શુક્રવારે શાળામાં યોજાયેલી વાલીમિટિંગમાં અગાઉની ચૂંટણીની અદાવતમાં ઠાકોર અને ચૌધરી સમાજના શખસો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. જેમાં બંને પક્ષે મળી 8 જણાને ઇજા થઇ હતી. જ્યાં સારવાર દરમિયાન હરચંદભાઇ પુનાજી ઠાકોર નામના વૃદ્ધનું મોત થતાં ગામમાં તંગદિલી છવાઇ ગઇ હતી. પોલીસે આ મામલે સરપંચ અને શિક્ષક સહિત 3 જણા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

3 સામે હત્યાનો ગુનો નોંધાયો

ભાભર તાલુકાના ચાત્રા ગામે શુક્રવારે બપોરે વાલીમંડળની મિટિંગ યોજાઇ હતી. જેમાં ચૂંટણીની અદાવતમાં ઠાકોર અને ચૌધરી સમાજના શખસો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. જેમાં બંને પક્ષે મળીને કુલ 8 જણને ઓછીવત્તી ઇજાઓ થઇ હતી. ત્યારે ઠાકોર પક્ષના હરચંદભાઇ પુનાજી ઠાકોર (60) ઘાયલ થતાં પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રવિવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.  આ અંગે પોલીસે આરોપી સરપંચ કમીબેન અમરતભાઇ ચૌધરી, અમરતભાઇ માનજીભાઇ ચૌધરી, કિરણભાઇ પટેલ (ચાત્રા પ્રાથમિક શાળાના શિક્ષક) વિરુદ્ધ 302નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...