ડીસા બન્યું રાજ્યનું બીજું વાઈફાઈઝોન: 4 કિમીમાં મળશે 24 કલાક મફત WiFi

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ડીસા શહેરમાં ગુરુવારે વિકાસકાર્યોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.)
ડીસા:ડીસામાં ચાર કિમીમાં 200 મીટર સુધીની રેન્જમાં 24 કલાક અનલિમીટેડ વાઈફાઈની સુવિધા શરૂ કરાઈ છે.વાઈફાઈનો સઘળો ખર્ચ પાલિકા ઉઠાવશે.કેન્દ્ર સરકારની ડિઝીટલ ઇન્ડીયાની થીમ હેઠળ ડીસા શહેર રાજ્યનું બીજું વાઇફાઇ ઝોન શહેર બન્યું છે. જેનું ગુરુવારે રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ડીસા નગરપાલિકા સંચાલિત એસસીડબલ્યુ હાઇસ્કૂલ અને ડી.એન.પી. ગર્લ્સ હાઇસ્કૂલમાં ગુરુવારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરીના હસ્તે ડીસા નગરપાલિકાના રૂ. 544.80 લાખના વિકાસ કામોનું ખાતમુર્હૂત અને રૂ.124 લાખના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું.
- ડીસામાં 4 કિમીમાં 24 કલાક મફત વાઇફાઇ, ડીસા રાજ્યનું બીજું વાઈફાઈઝોન બન્યું
મંત્રીએ ડીસા પાલિકા દ્વારા શહેરને વાઇફાઇ ઝોન બનાવવાના કાર્યનું પણ લોકાર્પણ કર્યું હતું. હવે ડીસા નગરવાસીઓને ફ્રી વાઇફાઇ કનેક્ટીવિટી મળશે. પાલિકા પ્રમુખ પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, ‘હાલ શહેરના મુખ્ય વિસ્તારો સરદારબાગથી લેખરાજ ચાર રસ્તા તેમજ સરદારબાગથી એસ.સી.ડબલ્યુ. હાઇસ્કૂલ સુધી સહિત ચાર કિલોમીટરના વિસ્તારમાં રોડથી 200 મીટર સુધીની રેન્જમાં વાઇફાઇ કનેક્ટીવિટી મળશે. જ્યારે બાદમાં તેનું વિસ્તરણ કરાશે.’
મંત્રીએ શાળા પ્રવેશોત્સવનો હેતુ તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહેલા કાર્યોનો ચીતાર રજૂ કર્યો હતો.પાલિકા દ્વારા કરાઇ રહેલા વિકાસ કાર્યોની પણ પ્રશંસા કરી હતી.આ પ્રસંગે હાઉસીંગ બોર્ડના ડિરેક્ટર શશીકાન્ત પંડ્યા, એસ.ટી. નિગમના ડિરેક્ટર દિનેશભાઇ અનાવાડીયા, જિ.પં. પ્રમુખ દિનેશભાઇ દવે, ડીસા પાલિકા પ્રમુખ પ્રવિણ માળી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ મગનલાલ માળી, મહામંત્રી અમરત દવે, શહેર ભાજપ પ્રમુખ સંજય બ્રહ્મભટ્ટ, મહામંત્રી અશોકભાઇ પટેલ, ચેતન ત્રિવેદી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અનેક લોકોને લાભ મળશે

વાઇફાઇ ઝોન ડીસાના મુખ્ય બજાર વિસ્તારમાં હોઇ વેપારીઓ તેમજ અન્ય લોકો લાભ લઇ શકશે. જેનો મોડી રાત્રી સુધી પણ વિદ્યાર્થીઓ લોકો નેટ સાથે જોડાયેલા રહેશે.
24 કલાક અનલિમીટેડ વાઈફાઈ મળશે

ડીસામાં સરદારબાગથી લેખરાજ ચાર રસ્તા તેમજ સરદારબાગથી એસ.સી. ડબલ્યુ હાઇસ્કુલ સુધી ચાર કિલોમીરટના વિસ્તારમાં રોડથી 200 મીટર સુધીની રેન્જમાં વાઇફાઇ 24 કલાક માટે તદ્દન વિનામુલ્યે અનલિમીટેડ વાપરવા મળશે. તેનો સઘળો ખર્ચ નગરપાલિકા ઉઠાવશે.
અન્ય સમાચારો પણ છે...