તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા: પૈસાની બાબતે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો, દવા પીતા પહેલા લખી ચીઠ્ઠી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા:ડીસામાં પૈસાની લેવડ દેવડ બાબતે એક યુવક જૂના હિસાબ પેટે મોટી રકમ લેવાની હોઇ સામસામે આવતા ન હોવાથી ચીઠ્ઠી લખી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ચીઠ્ઠી કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની વિગત એવી છે કે, ડીસાના પાલનપુર હાઇવે પર નુતન કોલ્ડ સ્ટોરેજ પાછળ રહેતા પરેશકુમાર બાબુલાલ પઢિયારને ડીસાના નવરંગપાર્કમાં રહેતા ધવલકુમાર પ્રહલાદભાઇને થોડા સમય અગાઉ કોઇ બાબતે પૈસાની લેવડ દેવડ થયેલી. જેના હિસાબો અગાઉ થયેલા હતા.
જોકે પરેશ પઢિયારે પોતાને મોટી રકમ લેવાની થતી હોવાનું જણાવી અવારનવાર ઉઘરાણી કરતો હતો. જેમાં તેને ધમકી આપાતી હોઇ ગુરુવારે બપોરે તેણે ટર્પેટાઇનલ ઓઇલ(ઝેરી દવા) પી લઇ આપઘાતની કોશિષ કરતાં તેને ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. પરેશ પઢિયારે દવા પીતા પહેલા એક ચીઠ્ઠી લખી હતી. જેમાં ધમકી આપનારના નામ, નંબર લખ્યા હતા. ડીસા દક્ષિણ પોલીસે તેનું નિવેદન લઇ જાણવાજોગ નોંધ કરી ચીઠ્ઠી કબજે કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ચીઠ્ઠીના આધારે આ બાબતની તપાસ કરી આગળની કાર્યવાહી કરાશે.
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો